Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગ્રાહક જ રાજા : સિનેમા, મનોરંજનના સ્થળે પાણી, ખાદ્ય પદાર્થો લઇ જઇ શકે

રાજકોટ તા. ૩૧ : ગ્રાહકના અધિકારો ગ્રાહકની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. એક માન્યતા એવી છે કે મનોરંજનના સ્થળે લોકો પોતાની સાથે ખાવા પીવાની વસ્તુઓ તો ઠીક પરંતુ પીવાનુ પાણી પણ લઇ જઇ શકે નહી. પરંતુ વાસ્તવીકતા એ છે કે કાયદાકીય રીતે આવો કોઇ પ્રતિબંધ નથી. મનોરંજન આપતા સ્થળો જેવા કે થિયેટર, મલ્ટીપ્લેકસ, એમ્યુસમેન્ટ પાર્ક, વોટર પાર્કના માલિકો દ્વારા પોતાની રીતે જ આવા પ્રતિબંધો લગાડવામાં આવેલ છે. જેને કાયદાનું કોઇ સમર્થન મળેલ નથી.

હાલમાં જ ર૪ ડીસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવ્યો. ગ્રાહકોને પોતાના અધિકારો માટે જાગૃત થવું પડશે. મલ્ટીપ્લક્ષ થિયેટરો પણ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ આવી જાય છે, તેમાં કોઇ પણ ગ્રાહકને પોતાનો જ માલ ખરીદે તેવી બળજબરી ન કરી શકાય. ગ્રાહક પોતાની પસંદગીની મૂવી જોવા થિયેટરમાં આવે ત્યારે તેને પોતાની પસંદગીનો ખોરાક મળવો જોઇએ તેના ઉપર થિયેટર માલિકો કોઇપણ શરતો ના થોપી શકે.

આમ, ગ્રાહકને અસરકરતાં કોઇ પણ વિષય અંતર્ગત ગ્રાહક કે ગ્રાહક વર્ગ (As a class) ગ્રાહક સુરક્ષા અધિનિયમ ર૦૧૯ અન્વયે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA) ની સ્થાપના કરવામાં આવી છે. તેમા જિલ્લા કલેકટરને સત્તા આપવામાં આવી છે. ગ્રાહકો આવી કોઇપણ ફરિયાદ કેન્દ્રીય સત્તામંડળ કે જિલ્લા કલેકટરને ફરિયાદ કરી શકશે અને જિલ્લા કલેકટર તે અંતર્ગત નિર્ણય લઇ શકશે. આથી આ પ્રકારની પ્રવૃત્ત્િ।ઓ એ ગ્રાહકોની સુરક્ષા સંબંધી કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને એ ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી પણ થઇ શકે છે તેમ સરકારી વર્તુળોનું કહેવું છે.

(11:37 am IST)