Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમદાવાદમાં રેડક્રોસ સોસાયટી દ્વારા ૧ માસમાં ૯ હજાર બોટલ રકત એકત્ર : નરહરિ અમીન-અજય પટેલના હસ્તે સન્માન

નારણપુરામાં શ્રૃતિબેન કિરણભાઇ ચૂડગરના પ કરોડના દાનની અદ્યતન બ્લડ બેંક નિર્માણાધીન

અમદાવાદમાં ગઇકાલે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં રકતદાન ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા સેવાવ્રતીઓનું રાજયસભાના સભ્ય નરહરિ અમીન અને રાજય સહકારી બેંકના ચેરમેન અજય પટેલના હસ્તે સન્માન કરાયેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ, તા. ૩૧ : અમદાવાદની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની જિલ્લા શાખા દ્વારા ડીસેમ્બર મહિનામાં ૯ હજાર બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું છે. રકતદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા રકતદાતાઓનું સન્માન કરાયેલ. ગઇકાલે જે.બી. ઓડીટોરીયમમાં યોજાયેલ સમારંભમાં ૧૦૦ થી વધુ વખત રકતદાન કરનારા રકતદાતાઓ અને રકતદાન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓના પ્રતિનિધિઓનું સંસદ સભ્ય શ્રી નરહરિ અમીન સંસદ સભ્ય શ્રી નરહરિ અમીન અને ગુજરાત રાજય સહકારી બેૃંકના ચેરમેન અજય પટેલ હસ્તે સન્માન કરવામાં આવેલ. રેડક્રોસ સંસ્થાએ એકત્ર કરેલ રકતનો થેલેસેમીયા પીડિત બાળકો તેમજ કોરોના સહિતની બીમારીમાં જરૂરીયાત ધરાવતા દર્દીઓ માટે ઉપયોગ થશે. સૌથી વધુ ૩૩૦૦ બોટલો નરહરિ અમીને એકત્ર કરી આપેલ છે.

રેડક્રોસ સંસ્થા દ્વારા નારણપુરામાં નવરંગ હાઇસ્કુલ પાસે, અદ્યતન બ્લડ બેંકનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે. ર૦ર૩ મહાં આ બ્લડ બેંક તૈયાર થઇ જશે. જેના માટે પ્રતિબેન કિરણભાઇ ચૂડગરે રૂપિયા પાંચ  કરોડનું માતબર દાન આપ્યું છે.

રકતદાતાઓના સન્માન પ્રસંગે સંસ્થાના પ્રમુખ હર્ષદ શાહ, સેક્રેટરી ડો. વિશ્વાસ અમીન, વાઇસ પ્રેસીડેન્ટ શ્રૃતિબેન ચૂડગર, પૂર્વ ચેરમેન મુકેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:22 pm IST)