Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વડોદરા:ઇન્સ્યોરન્સ પોલિસી થકી લોન અપાવવાના બહાને 12.12 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: અલગ અલગ કંપનીઓની ઇન્સ્યોરન્સ પોલીસી થકી લોન અપાવવાના બહાને પ્રોસેસિંગ ફી પેટે 12.12 લાખ ઉપરાંતની ઓનલાઇન છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. લોનની લાલચમાં ફરિયાદીએ ઓનલાઈન 24 ટ્રાન્જેક્શન મારફતે રકમ ગુમાવી હતી.

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ પરમાર ખાનગી હોસ્પિટલમાં હાઉસકીપિંગ તરીકે ફરજ બજાવે છે તેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2019 દરમિયાન ઇન્સ્યોરન્સ માટે મોબાઈલ નંબર ઉપર અલગ-અલગ યુવતીઓના ફોન આવ્યા હતા અને તેમણે પોતાની ઓળખ બજાજ ફાઇનાન્સ તરીકે આપી ઇન્સ્યોરન્સ પોલિસીની માહિતી પુરી પાડી હતી . ત્યારબાદ રાહુલ શર્મા નામના વ્યક્તિએ અલગ-અલગ કંપનીની પોલીસી અને લોન પ્રોસેસના બહાને રૂપિયા 12,12,477 ની છેતરપીંડી આચરી હતી. અને આજ દિન સુધી નાણાં પરત નહીં કરી કોઈપણ પોલીસી અથવા લોનની રકમ આપી નથી. ફરિયાદના આધારે પોલીસે રાહુલ શર્મા, સાનિયા, પૂજા, આકાશ ચૌધરી અને બેંક ખાતાધારક નંબર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:14 pm IST)