Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વણી સેવા સહકારી મંડળીએ જય ગુરુદેવ હાઈસ્કૂલને કમ્પાઉન્ડ વોલ બનાવવા ૧ લાખ રૂપિયાનું દાન આપ્યુ

સંસ્થાનાં વડા તરીકે દેવેન્દ્રસિંહ સિંધવ દ્વારા સહર્ષ સ્વીકારી મંડળી તથા ચેરમેનનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ તાલુકાના વણી સેવા સહકારી મંડળી તરફથી ચેરમેન ભરતભાઈ સિંધવ તેમજ સેક્રેટરી રતિલાલભાઈ સણોલનાં વરદ હસ્તે જય ગુરુદેવ હાઈસ્કૂલ વણી ને કમ્પાઉન્ડ વોલ બનાવવા એક લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. જે  સંસ્થાનાં વડા તરીકે દેવેન્દ્રસિંહ સિંધવ દ્વારા સહર્ષ સ્વીકારી મંડળી તથા ચેરમેનનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

   
(7:26 pm IST)