Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગુજરાત યુનિવર્સિટીના 73માં આંતર કોલેજ વાર્ષિક રમતોત્સવમાં વિરમગામના વિદ્યાર્થીઓ ઝળક્યા

ડી.સી.એમ વિરમગામના ત્રિપલ જમ્પમા આનંદ વંથલાએ બ્રોન્ઝ મેડલ તેમજ 10000 મીટર દોડમાં સુનીલ કટેચિયાએ સિલ્વર મેડલ જીત્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ગુજરાત યુનિવર્સિટીનો 73 મો આંતર કોલેજ વાર્ષિક રમતોત્સવ તારીખ 28/12/21 થી 30/12/21 દરમ્યાન ગુજરાત યુનિવર્સિટીના સિન્થેટિક ટ્રેક પર યોજાયો હતો. જેમાં ડી.સી.એમ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વિરમગામના ત્રિપલ જમ્પમા આનંદ વંથલા ( B.com 6)એ બ્રોન્ઝ મેડલ તેમજ 10000 મીટર દોડ મા સુનીલ કટેચિયા ( B.A 4)એ સિલ્વર મેડલ મેળવી કોલેજ તેમજ વિરમગામ પંથકનુ નામ રોશન કરેલ છે. શારીરિક શિક્ષણ ના અધ્યાપક ડો.અમિત ચૌધરી અને સમગ્ર સ્ટાફ તરફથી જીતેલા તેમજ ભાગ લીધેલ તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવામા આવી હતી

 
(7:30 pm IST)