Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વેક્સિનના બંને ડોઝ લીધા વિના નો એન્ટ્રી : રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં નિયમ લાગુ

સચિવાલય પરિસરમાં આવેલ વિવિધ વિભાગો તથા સ્વર્ણિમ સંકુલમાં આવતા મુલાકાતીઓ મટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાક!તીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ તેની ચકાસણી

અમદાવાદ :રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા સચિવાલયના તમામ વિભાગો, રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા ઉપક્રમોમાં પ્રવેશ અંગે નીચે મુજબની સૂચનાઓનો તા,.૦૧/૦૧/૨૦૨૨થી અમલ કરવાનો રહેશે.


(૧) સચિવાલય પરિસરમાં આવેલ વિવિધ વિભાગો તથા સ્વર્ણિમ સંકુલમાં આવતા મુલાકાતીઓ મટે બુથ પર પ્રવેશ પાસ કાઢતી વખતે મુલાક!તીએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે બુથ પરન કર્મચારી /અધિક રીએ સુનિશ્ચિત કર્યા બાદ જ પ્રવેશ પાસ ઇશ્યુ કરવાનો રહૈશે .

(૨) આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થઃઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છે કે કેમ, તે પ્રમાણપત્રના આધારે ખાતરી કર્યા બાદ જ કચેરીમાં પ્રવેશ અપાય તે બાબતે સંબંધિત કચેરીના વકાએ તેઓની કચેરીમાં વ્યવસ્થા ગોઠવવા્ની રહેશે,

(9:08 pm IST)