Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોના અને એમેક્રોનની દહેશત વચ્ચે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ઉમટ્યા

પ્રવાસીઓની ભારે ભીડને પગલે એસટી વિભાગમાંથી 30 જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવાની તંત્રને ફરજ પડી

અમદાવાદ :31 ડિસેમ્બરે ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયાના લોકો નવા વર્ષની ઉજવણી કરવા વિવિધ સ્થળો પર જતા હોય છે.હાલ ચાલી રહેલા કોરોના અને એમેક્રોનની દહેશત વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા હતા.

હાલ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એમિક્રોનના 19 કેશ અને કોરોનાના 548 કેશ નોંધાયા છે, સરકારે હજી સુધી કોરોનાની ત્રીજી લહેર જાહેરાત નથી કરી પરંતુ મોટા શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં મુકતા હાલ પ્રવાસીઓ નવા વર્ષની ઉજવણી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી પડ્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા ઘણા પ્રવાસીઓ કોરોનાને ભૂલી લાપરવાહ દેખાય રહ્યા હતા, જોકે કોરોના ગાઈડ લાઈનનું પૂરતું પાલન થાય તે માટેની તમામ તૈયારીઓથી સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ સજ્જ છે.પરંતુ ઘણા પ્રવાસીઓ બેપરવાહ દેખાઈ રહ્યા હતા.

સ્ટેચ્યુ ઓથોરિટી દ્વારા સતત માઇક દ્વારા સૂચનો અપાઈ રહ્યા છે, સોસીયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝરનો સતત પ્રવસીઓ ઉપયોગ કરે તેવી ફરજ પાડવામાં આવી રહી છે, છતાં પણ પ્રવસીઓ નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનો ખોફ ભૂલી લાપરવાહ દેખાય રહ્યા હતા.

છેલ્લા પાંચ દિવસમાં 1.5 લાખ પ્રવાસીઓ એસ.ઓ.યુ ખાતે નોંધાયા છે, તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં 50 લાખથી પણ વધુ પ્રવાસીઓ એસ.ઓ.યુ ની મુલાકાત કરી છે, હાલ નાતાલના પર્વ તેમજ નવા વર્ષની ઉજવણી માટે પ્રવશીઓએ ટેન્ટ સીટી, હોટેલો અને સ્ટેચ્યુ ની ટિકિટો અગાઉથી બુકીંગ કરવતા હાઉસફુલ થઈ જવા પામ્યું છે, પ્રવાસીઓની ભારે ભીડ જોતા એસ.ટી વિભાગમાંથી 30 જેટલી એક્સ્ટ્રા બસોનું પણ આયોજન કરવાની તંત્રને ફરજ પડી છે.

(9:35 pm IST)