Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નર્મદા જિલ્લાની ૧૦૮ ઈમરજન્સી સેવાએ 2021ના વર્ષમાં 17500 થી વધુ લોકોને ઇમર્જન્સી સમયે સેવા આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા ૧૦૮ ઈમરજન્સી સેવા છેલ્લા 14 વર્ષથી નર્મદામાં તેમજ આખા ગુજરાતમાં લોકોનો જીવ બચાવવા નું ઉત્તમ કાર્ય કરી રહી છે કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આવે કે covid જેવી મહામારી માટે  હંમેશા ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારીઓ ખડે પગે રહી લોકોનો જીવ બચાવે છે વર્ષ ૨૦૨૧ની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં કુલ 17 હાજરથી વધુ ઈમરજન્સી નોંધાઈ હતી જેમાં પ્રેગ્નન્સી ને લગતી 7296 ઈમરજન્સી, માર્ગ અકસ્માતને લગતી 1550 ઈમરજન્સી ,કોરોનાની 693 ઇમર્જન્સી ,શ્વાસ લેવામાં તકલીફ પડવી 755 ઈમરજન્સી,પેટમાં દુખાવાની 2122 ઈમરજન્સી, ઝેરી દવા પીવાની 1007 ઈમરજન્સી તેમજ હૃદય રોગને લગતી 306 ઇમર્જન્સી તેમજ બાકીની અન્ય ઇમરજન્સીને ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા પ્રતિસાદ આપી લોકોનો જીવ બચાવવાની આ મોહીમમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

 108 એમ્બ્યુલન્સ મા તેમજ ઘરે જય 306 જેટલી સફળ ડિલિવરી 108 ના ઈ એમ ટી દ્વારા કરાઈ હતી*
 આ બાબતની જાણકારી નર્મદા ૧૦૮ ઇમરજન્સી સેવાના એક્ઝીક્યુટીવ મોહમ્મદ હનીફ બલુચી એ આપી હતી.

(10:09 pm IST)