Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નર્મદા : ગોપાલપુરા ગામના ભાવિક ભક્તો સાઈધામ શેરડી મંદિરે પગપાળા જવા રવાના થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના રહીશો છેલ્લા 17 વર્ષથી ગોપાલપુરા ગામથી શેરડી પદયાત્રા જવા નીકળે છે જેમાં ગામના ભાવિક ભક્તો તેમજ તેમના સગા સંબંધીઓ જોડાઇ છે આજરોજ ગામના 10 જેવા ભક્તો શેરડી જવા રવાના થયા હતા

ગોપાલપુરાથી 400 કીમી પદયાત્રા 16 વર્ષ પહેલા રાજેદ્રસિંહ જોરાવરસિંહ ગોહિલનાઓએ સ્વામી પૂર્ણાનંદ(તપોવન આશ્રમ)ગુવારના આશીર્વાદ થી ચાલુ કરી  હતી,જેમાં ભક્તજનો માં માતાઓ, બહેનો, દાદા,દાદીઓ પણ જોડાતા આવ્યા હતા આમ ગામના તમામ લોકોએ આ પદયાત્રામાં 16 વર્ષ દરમ્યાન ભાગ લીધો છે ત્યારે હાલમાં નીકળેલી આ 11 દિવસની પદયાત્રા દરમ્યાન સવારે આરતી કરી ભક્તજનો ભજન કીર્તન કરી પાલકી લઈને રાત્રી રોકાણ સ્થળે ભજન કરી આરતી કરી પ્રસાદ લેતા હોય છે.છેલ્લા ત્રણેક વર્ષથી કોરોનાકાળને કારણે ગામના યુવાનોએ આ બીડું ઝડપ્યું છે અને આ અખંડ પદયાત્રાને ચાલુ રાખી છે આ વર્ષે પણ કોરોનાના કારણે 10 યુવાનો અને તેમની સાથે બીજા 5 યુવાનો સેવા માટે સાથે રહીને જવા નીકળ્યા હોય આ ગામજનોની ભકતી અવિરત ચાલતી રહે તે માટે ગ્રામજનો તેમજ સમાજ ના સમસ્ત વકીલો તરફથી તેમને આશીર્વાદ આપી પદયાત્રાને વિદાય કરાઈ હતી.

(10:16 pm IST)