Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજપીપળા ST ડેપોની ગ્રામ્ય વિસ્તારની અમુક બસો સમય કરતાં મોડી ઉપડતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાંથી ઉપડતી ગ્રામ્ય વિસ્તારની બસો અવાર નવાર સમય કરતાં લેટ ઉપડતા શાળામાંથી છૂટેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાના ઘરે ઘણા મોડા પહોંચતા હોવાની બૂમ ઉઠી છે

વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ વારંવાર ઝેર ગામની બસ તેના સાંજે 6 વાગ્યાના નિયત સમય કરતાં ઘણી મોડી ઉપાડવામાં આવે છે જેમાં ગઈકાલે તો આ બસ રાતે 8 વાગે રાજપીપળા ડેપો માંથી ઉપડતા આસપાસના ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યર્થીનીઓ ઘરે લેટ પહોંચતા શાળાના અભ્યાસ પર તેની માઠી અસર પડે છે જેમાં વિદ્યાર્થીનીઓને રાતના સમયે ઘરે પહોંચવું ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ તેમ લાગતા રાજપીપીપળા ડેપોના આયોજકો સ્કૂલ માટેની બસો સમયસર ઉપાડે તેવી માંગ છે.

(10:20 pm IST)