Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

પલસાણાના વરેલીમાં ગેસ લીક બાદ ધડાકાભેર ફ્લેશફાયર થતા પતિ-પત્ની દાઝયા : બંને ગંભીર

ઘરમાં એકાએક ગેસ લીકેજ થવાના કારણે ફ્લેશફાયર: મકાનનો સમગ્ર સમાન પળભરમાં આગની ચપેટમાં ફોટો palsana

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વરેલી ગામની એક સોસાયટીના મકાનમાં મોડી સાંજે ઘરમાં ગેસ લીકેજ થવાના કારણે ધડાકાભેર ફ્લેશફાયર થતા ઘરેમાં રહેલું દંપતિ ગંભીર રીતે દાઝી ગયું હતું બંનેની હાલ ગંભીર હોવાનું જણાયું હતું

મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ સાંઈ દર્શન સોસાયટીના મકાન નંબર 20આ રહેતા બબલુભાઈ કૈલાશભાઈ તૈલી (40) તેમજ તેની પત્ની મંજુદેવી તૈલી ઘરમાં હતા તે વખતે ઘરમાં એકાએક ગેસ લીકેજ થવાના કારણે ફ્લેશફાયરની ઘટમાં બની હતી આ ગંભીર ઘટનાના મકાનનો સમગ્ર સમાન પળભરમાં જ આગની ચપેટમાં આવી ગયો હતો ધડાકા ભેર થયેલું ફ્લેશફાયર એટલું ગંભીર હતું કે બંધ મકાનના બને દરવાજા ફુરચે ફુરચા ઉડી સોસાયટીમાં પડ્યા હતા લોખંડની ગ્રીલ પણ વાકી વળી ગઈ હતી ગંભીર રીતે દાઝેલા દંપતીને પ્રાથમિક સંજીવની ત્યાર બાદ સુરત સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે જોકે પોliસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પુરાવા દસ્તાવેજો એકત્ર કરી કાર્યવાહી જાણવાજોગ ફરીયાદ દાખલ કરી તપાસ હાથધરી છે

(12:26 am IST)