ગુજરાત
News of Monday, 1st March 2021

આ IPSને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે ? :6 માર્ચે અન્ય છ અધિકારીઓની ફેરવેલ યોજાય તેવી શક્યતા

છેલ્લા ચાર દિવસથી આઇપીએસ એસોસિયેશનમાં મીટિંગોનો દોર

અમદાવાદ: આઇપીએસ અધિકારી નિવૃત્ત થાય ત્યારે અન્ય અધિકારીઓ ભેગા મળી તેમની વય નિવૃત્તિની પાર્ટી ઉજવતા હોય છે. જોકે છેલ્લા ચાર દિવસથી એક સિનિયર આઇપીએસ અધિકારીની ફેરવેલ પાર્ટી યોજવી કે કેમ તે અંગે અધિકારીઓમાં મતમતાંતર પ્રવર્તે છે અમુક અધિકારી વિરોધમાં, તો એક જૂથ પાર્ટી યોજવાના મૂડમાં છે. જોકે હાલ પૂરતી આ અધિકારીની ઈચ્છા અધૂરી રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. જોકે એક જૂથે તો સ્પષ્ટ કહ્યું કે, આ આઇપીએસને કેટલીવાર ફેરવેલ પાર્ટી લેવી છે?

છેલ્લા ચાર દિવસથી આઇપીએસ એસોસિયેશનમાં મીટિંગોનો દોર ધમધમી રહ્યો છે. કોરોનોનાં કારણે નિવૃત્ત થયેલા આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી યોજાઈ ન હતી. જોકે આ વર્ષે 6 માર્ચે 6 જેટલા નિવૃત્ત આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી યોજવાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને લઈને અધિકારીઓમાં રોજ બરોજ સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈજર સહિત કેમની વ્યવસ્થા ક્યાં ક્યાં અધિકારીની યોજવી એ અંગે ચર્ચા ચાલી રહી હતી.

આ મીટિંગ દરમિયાન એક સિનિયર આઇપીએસ અધિકારીની ફેરવેલ પાર્ટી યોજવા અંગે ચર્ચા થઈ હતી. જોકે મોટા ભાગના અધિકારીઓએ તેનો વિરોધ કર્યો હતો.

અધિકારીઓના એક ગ્રુપે જણાવ્યું હતું કે, ગત વર્ષે નિવૃત્ત થયેલા 6 આઇપીએસ અધિકારીઓની ફેરવેલ પાર્ટી આગામી 6 માર્ચે યોજાવાની શક્યતા છે. તેવામાં એક સિનિયર અધિકારીની ફેરવેલ પાર્ટી ઉજવવી કે નહિ તે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ અધિકારી નિવૃત્ત થયા ત્યારે તેમને ફેરવેલ પાર્ટી ગાંધીનગર માં યોજાઈ ગઈ હતી. જોકે અમુક ચોક્કસ અધિકારીઓ આ સિનિયર અધિકારીની ફેરવેલ યોજવા દબાણ કરી રહ્યા હોવાની ચર્ચા અધિકારીઓ માં થઈ રહી છે

(10:14 pm IST)