ગુજરાત
News of Monday, 1st March 2021

અંજલીબેન રૂપાણીએ કોરોનાની વેક્‍સીન લીધી

ગાંધીનગરની એપોલો હોસ્‍પિટલમાં આજે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્‍નિ અંજલીબેને કોરોનાની વેક્‍સીન લીધી હતી

રાજકોટ : રાજ્‍યમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને આજથી કોરોના વેક્‍સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે તેનો વધુને વધુ લાભ લેવા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તમામ વડીલો ને અપીલ કરી છે રાજ્‍યમાં કોરોના સામેની લડાઈ અંતિમ તબક્કામાં છે ત્‍યારે મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્‍ની અંજલીબેન રૂપાણી આજે ગાંધીનગરના ખાતે આવેલી એપોલો હોસ્‍પિટલમાં કોરોના વેક્‍સિન લીધી હતી.

ગઈકાલે મુખ્‍યમંત્રીશ્રીએ તમામ સિનીયર સિટીઝનને વેકસીન લેવા અનુરોધ કર્યો હતો. ગુજરાતના ૬૦ લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અંજલિબેન પણ સિનીયર સિટીઝન હોવાથી બીજા તબક્કામાં વેકસીન લીધી છે. રાજ્‍યભરની ૨૧૯૫ જેટલી સરકારી હોસ્‍પિટલ, આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ ૫૩૬ જેટલી ખાનગી હોસ્‍પિટલ, દવાખાનાઓ મારફતે કોરોના વેક્‍સીનના ડોઝ આપવામાં આવનાર છે. આ હેતુસર તાલીમબદ્ધ ડોક્‍ટર્સ તેમજ પેરા મેડિકલ સ્‍ટાફ સહિત અંદાજે ૩૦ હજાર જેટલા માનવ બળની સેવાઓ ઉપલબ્‍ધ બનવાની છે.

આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્‍યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી. ૬૦ વર્ષથી વધુની વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્‍ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ મુખ્‍યમંત્રીએ કર્યો હતો. સીએમ રૂપાણીએ રાજ્‍યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર, પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ -ેરિત કરે અને કોરોના મુક્‍ત ગુજરાતના નિમર્ણિમાં યોગદાન આપે તેવી અપીલ કરી છે.

(12:07 pm IST)