ગુજરાત
News of Monday, 1st March 2021

અમદાવાદ:સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી વાડજ વિસ્તારમાં વિધવાનું ફેક આઈડી બનાવી પુત્રીના બીભત્સ ફોટોગ્રાફ અપલોડ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરમાં સોશિયલ મિડિયાનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યાની બે ગંભીર ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. નવા વાડજ વિસ્તારમાં રહેતી વિધવાના નામનું ફેક ફેસબૂક આઈડી બનાવીને તેની જ પુત્રીના બિભત્સ ફોટોગ્રાફ અને વિડિયો અપલોડ કરાયાં છે.

જ્યારે, બીજી ફરિયાદમાં મોટેરા વિસ્તારની પરિણીતાએ નોઈડામાં રહેતા પતિના પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે. પરિણિતા નોઈડા પતિ સાથે રહેવા ગઈ ત્યારે ત્યાંના પાડોશીએ બિભત્સ હરકત કરી હતી. પરિણીતાએ વાંધો ઉઠાવી ઠપકો આપ્યા પછી ઈન્સ્ટાગ્રામ પર બિભત્સ મેસેજ અને મોબાઈલ નંબર મુકાયાની ફરિયાદ અંગેસાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

(5:24 pm IST)