ગુજરાત
News of Monday, 1st March 2021

વડોદરાના નવાપુરા વિસ્તારમાં સાંજના સુમારે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ બાખડ્યા:સામસામે પાઇપથી હુમલો થતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં ગઇકાલે સાંજે કચરો નાંખવા બાબતે પાડોશીઓ વચ્ચે તકરાર થતા પાઇપ અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે નવાપુરા પોલીસ સ્ટેશનમાં સામસામે  ફરિયાદ નાેંધાઇ છે.

નવાપુરાની કુંજ સોસાયટી માં રહેતા જયેશ રાજુભાઈ દંતાણી જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા પાસે શ્રી ગંગા ટ્રેડર્સ નામની દુકાન ચલાવે છે ગઈ કાલે સવારે સાત વાગ્યે તેઓ ઘરે સૂતા હતા તે સમયે તેમના ભાભી અરુણાબેન ને સામે રહેતા પૂનમ ચીમનભાઈ કોદળીયા ને કહ્યું હતું કે તમે મારા ઘરની સામે કચરો કેમ નાખો છો જેથી પૂનમ ગુસ્સે થઇ ગયો હતો.

પૂનમ ,તેનો ભાઈ દિપક અજય તથા મહેશ ભેગા થઈને લાકડીઓ તથા પાઇપો લઈને દોડી આવ્યા હતા .પૂનમે લાકડી વડે હુમલો કરી મારા ભાઈ રાહુલને માથામાં ઇજા પહોંચાડી હતી. મારામારીના પગલે મહોલ્લાના બીજા માણસો ભેગા થઇ જતાં હુમલાખોરો જતા રહ્યા હતા. બનાવ અંગે જયેશ દંતાણી ફરિયાદના આધારે નવાપુરા પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(5:25 pm IST)