ગુજરાત
News of Monday, 1st March 2021

વડોદરા;પ્રેમીએ પ્રેમિકાનો પીછો કરી સંબંધ રાખવા ધમકીઓ આપતા યુવતીએ પોલીસનો સહારો લીધો

વડોદરા: શહેરનાઆજવા રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ છે કે,હું બ્યુટી પાર્લરમાં નોકરી કરૃ છુ.ત્રણ વર્ષ  પહેલા વર્ષ-૨૦૧૭ માં મારે ગૌરવ ઉર્ફે ગોપી રણછોડભાઇ નિઝામા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પરંતુ,એક વર્ષ પછી તેના લગ્ન નક્કી થતા મેં ગૌરવને કહ્યુ હતુ કે,હવે તારા લગ્ન નક્કી થઇ  ગયા છે.જેથી,હવે આપણે કોઇ વાતચીત નહી કરીએ અને સંબંધ નહી રાખીએ.ત્યારબાદ અમે છૂટા પડી ગયા હતા.

ગત તા.૨૬ મી ફેબુ્રઆરીના બપોરે અઢી વાગ્યે ગૌરવ મારા નોકરીના સ્થળે બ્યુટી પાર્લર પર આવ્યો હતો.તેણે મને ગુસ્સે થઇને કહ્યુ હતું કે,તું મારી સાથે કેમ વાતચીત કેમ કરતી નથી.અને મને એક લાફો મારી દીધો હતો.ગૌરવ મને ગાળો પણ બોલતો હોય,ઓફિસમાં હાજર અન્ય સ્ટાફ મેમ્બરે મધ્યસ્થી કરતા તેઓની સાથે  પણ ગૌરવે ઝઘડો કર્યો હતો.ત્યારબાદ ગોપી ત્યાંથી નીકળી ગયો હતો.આજે સવારે દશ વાગ્યે હું બ્યુટી પાર્લર પર હાજર હતી.તે સમયે ગૌરવનો કોલ  આવ્યો હતો.તેણે મને ધમકી આપી હતી કે,તું મારી સાથે વાતચીત નહી કરે તો હું તને જાનથી મારી નાંખીશ.મારા બ્યુટી  પાર્લરના મહિલા સંચાલકે ગૌરવને સમજાવવાનો પ્રયાસ કરતા ગૌરવે તેએાને પણ ધમકી આપી હતી.

(5:25 pm IST)