ગુજરાત
News of Monday, 1st March 2021

કોરોના વેક્સિન ડર્યા વગર લેવી જોઇએ : સિનિયર સિટીઝન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીે પર લોકોએ વિશ્વાસ કરવો જોઇએ : અમદાવાદ રૂરલમાં ૬૧ સાઈટ ઉપર વેક્સિન અપાઈ

અમદાવાદ,તા. : સમગ્ર દેશમાં આજથી બીજા તબક્કાની કોરોના વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઇ છે. ગુજરાત રાજ્યમાં કોરોના વેકસીનેશનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હૉસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છેકોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોના વેકીસીન એક રામબાણ ઈલાજ સમાન છે. સૌપ્રથમ વેકસીન આરોગ્યકર્મીઓને આપવામાં આવી હતી. એક વર્ષ સુધી લોકોની સેવા કરતા લોકો અને દર્દીઓની સેવા કરતા આરોગ્યકર્મીઓ બાદ પોલીસને પણ વેકસીન આપવામાં આવી હતી. ૨૮ દિવસ પૂર્ણ થતાં તમામ લોકોને ફરીવાર બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કલકેટર સંદીપ સાગલે, ડીડીઓ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત અને અધિકારીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો હતો. વેકસીનની આડ અસર ના હોવાનું અને લોકો વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી હતી. કલેકટર સંદિપ સાંગલે જણાવ્યુ હતુ કે, અમદાવાદ રૂરલમાં આજે ૬૧ સાઈટ પર વેકસીન આપવામાં આવશે. ૭૧૨૨ લોકો જિલ્લામાં કોમોરબીડીટીવાળા છે જેમને પ્રથમ ડોઝ આપીશું.

પહેલા ડોઝ બાદ અમે બીજો ડોઝ લીધો, કોઈ સમસ્યા હજુ સુધી થઈ નથી. અમદાવાદમાં હેલ્થકેર વર્કર્સ ૮૦૦૦ જેટલા હતા, ૮૫ ટકા વેકસીનેશનેશન પૂર્ણ થયું છે. પોલીસ કમિશનર સજંય શ્રીવાતસ્વ કહ્યું હતુ કે, અત્યાર સુધી ૯૨ ટકાથી વધુ પોલીસકર્મીઓએ રસી લીધી છે. જેમને ડૉકટરોએ ના પાડી લગભગ બાકી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય ડ્ઢર્ઙ્ઘ મહેશ બાબુએ જણાવ્યુ હતુ કેહેલ્થ વર્કર્સમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી છે . અત્યાર સુધી ૮૫ ટકા રસિકરણપૂર્ણ કરાયું છે. અમદાવાદની કોર્પોરેશન અને સિવિલ મળીને ૧૩૫ વેકસીનેશન સાઇટો બનાવવામાં આવી છે. સાઇટોમાં પ્રથમ અને બીજો ડોઝ આપવામા આવ્યો છે. સિવાય ૧૪ ખાનગી હૉસ્પિટલમાં પણ ૨૫૦ રૂ. માં સિનિયર સિટીઝનોને પણ વેકસીન આપવામાં આવી હતી. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ ખાતે સિનિયર સિટિઝન વેક્સિન આપવામાં આવી હતીપ્રથમ વખત ડોઝ લેનાર ૮૪ વર્ષના વૃદ્ધ મહિલાએ જણાવ્યુ હતુ કે, વેક્સિન ચોક્કસ લેવી જોઇએ. વડાપ્રધાન મોદી તમામ લોકોને અપીલ કરી છે.

(9:08 pm IST)