ગુજરાત
News of Monday, 1st March 2021

નાંદોદ તાલુકાના અકુવાડા મતદાન મથક પર તૈનાત GRD જવાન નશાની હાલતમાં મળતા આમલેથા પોલીસે ગુનો દાખલ કરતા ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાન નાંદોદ તાલુકાના અકુવાડા ગામની પ્રા.શાળાના મતદાન મથક પર ફરજ પર તૈનાત એક જીઆરડી જવાન દારૂના નશામાં મળી આવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે સ્થાનિક સ્વરાજયની તાલુકા/જીલ્લા પંચાયત ચૂંટણીનું શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે આમલેથા પોલીસ પેટ્રોલીંગમાં નીકળેલી હતી ત્યારે નાંદોદ તાલુકાના અકુવાડા ગામની પ્રાથમિક શાળાના એક મતદાન મથક ઉપ૨ ફરજ પર હાજર GRD જવાન વિનોદભાઈ બચુભાઈ વસાવા બં.નં.૮૭ દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતો જણાતા આમલેથા પોલીસે વિનોદ વસાવા, રહે.નિકોલી, તા.નાંદોદ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા અન્ય કાયદાના રખેવાળોમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળ્યો છે

(11:28 pm IST)