ગુજરાત
News of Thursday, 1st June 2023

સોની સબની પુષ્‍પા ઇમ્‍પોસિબલ પર શું દિપ્‍તીને જેલ થશે ?

(ેકેતન ખત્રી દ્વારા) અમદાવાદ,તા.૧ : સોની સબની ‘‘પુષ્‍પા ઇમ્‍પોસિબલ'' પુષ્‍પાની પ્રેરણાદાયી સફરની આસપાસ કેન્‍દ્રીત છે. જે એક અદભૂત મહીલા છે. જે તેના અદમ્‍યભાવના અને આશાવાદી દ્રષ્‍ટિકોણથી તમાામ અવરોધોનો સામનો કરે છે. એકલા માતા તરીકે પુષ્‍પા નિર્ભયપણે તેના સપનાઓને અનુસરતી વખતે તેના બાળકોની જવાબદારીઓ સુંદર રીતે નિભાવે છે. ભલે તે શાળાની પરીક્ષા પાસ કરી હોય અથવા તેના પરિવારને ટેકો આપવા માટે અથાક પરિશ્રમ કરી રહી હોય. પુષ્‍પાના નિヘયની કોઇ સીમા નથી.

દિપ્‍તીનું પાત્ર ભજવનાર ગરિમા પરિહારે કહ્યું, ‘‘ઘટના ઓના વળાંકમાં દિપ્‍તીને ચોરી માટે દોષી ઠેરવામાં આવે છે. અને ખરેખર શું થયું તે અંગે તેને મૂંઝવણમાં મૂકે છે. સોનલ તેની માતા હોવાને કારણે તેની પુત્રીની સલામતી માટે ચિંતિત છે કારણકે તેણીએ કરેલા ગુના માટે તેને જેલમાં નાખવામાં આવશે.

(4:43 pm IST)