ગુજરાત
News of Friday, 1st July 2022

વડિયા ગામે આવેલ રોયલ સન સિટીમાં બે જગ્યાએ થઈ ચોરી : 24 CCTV કેમેરા શોભાના ગાઠિયા સમાન

વાડિયાની રોયલ સન સિટીમાં અવાર નવાર નાની મોટી ચોરીઓ થતી આવી છે, જેને લઈને સોસાયટી દ્વારા CCTV કેમેરા મુકવામાં આવ્યા છે, તાજેતરમાં ચોરી થતા રહીશોને ખબર પડી કે આ કેમેરા હાલ શોભના ગાંઠિયા સમાન છે

ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નજીક વડિયા ગામમાં નાની મોટી 30થી વધુ સોસાયટીઓ આવેલી છે, આ સોસાયટીઓમાં અવાર નવાર ચોરીઓ થતી આવી છે, પહેલા પણ ઘર આંગણેથી મોટર સાયકલો સહિત ઘરોના તાળા તોડી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરીઓના બનાવો બન્યા છે, જે અન ડિટેકટ ગુન્હા હજી સુધી પોલીસ દ્વારા ડિટેકટ થયા નથી, જેની ગંભીરતા લઈ રોયલ સન સીટી BCD-1 વિભાગ દ્વારા 1.23 લાખના ખર્ચે 24 જેટલા CCTV કેમેરા સોસાયટી વિભાગના અલગ અલગ સ્થાને મુકવામાં આવ્યા છે, પરંતુ તાજેતરમાં રોયલ સન સીટી BCD-1 વિભાગના એક ઘર પાસેથી રૂપિયા 8 હજારની કિંમતની બાઇસીકલની ચોરી થઈ જેને લઈને સોસાયટી દ્વારા મુકવામાં આવેલા CCTV કેમેરા ચેક કરતા આ તમામ કેમેરા શોભના ગાંઠિયા સમાન હોય તેમ રહીશોને જાણ થઈ હતી, પરંતુ નજીકના ઘરના પ્રાઇવેટ CCTV કેમેરામાં બાઈસિકલ ની ચોરી કરતા બે બાળકો કેમેરામાં કેદ થયા હતા, જે CCTV ફુટેજના આધારે રહીશોએ બાઇસીકલ ચોરી કરનાર બે બાળકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત્રીના સમયે તે ચોર બાળકોનો ચહેરો સ્પષ્ટ ના દેખાતા રહીશો એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી જેમાં ચોરી કરનાર બાળકો હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરી નથી પરંતુ અવાર નવાર ચોરી થતી હોવા છતાં આ સોસાયટીમાં સીસીટીવી કેમેરા બાબતે હોદેદારો ગંભીર ન થતા આવનારા સમય માં કોઈ મોટી ચોરી ની ઘટના બની શકે છે માટે આ તરફ તમામ સોસાયટીના હોદ્દેદારો સીસીટીવી કેમેરા બાબતે ગંભીર બને તે તેમના ફાયદા માટે ગણાશે.

(10:50 pm IST)