અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ નજીક સરેઆમ જાહેરમાં છરી બતાવી જામનગરના વેપારી પાસેથી રૂ. ૪૭ હજારની બેધડક લૂંટ
શહેરમાં અવારનવાર બહારના લોકોને લૂંટવાની ઘટનાથી અમદવાદવાસીઓમાં ફટડાટ
અમદાવાદ : સિવિલમાં રોજ બરોજ અનેક લોકો સારવાર માટે આવી રહ્યા છે ત્યારે બહારના રાજ્યથી આવી રહેલા લોકોને અમુક ચોક્કસ ગેંગો હથિયાર બતાવી લૂંટી લેતી હોવાના અનેક કિસ્સા છે. જોકે જામનગરના વેપારી તેમની પિતરાઈ બહેનની સારવાર માટે આવ્યા અને સિવિલ પાસે છરી બતાવી 47 હજારની લૂંટી કરી હતી. આમ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા બહારના લોકોને લૂંટવાની ઘટનાઓ વધી રહી છે તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.
જામનગર ખાતેના સરદાર પાર્કમાં રહેતા કરસન કાનાભાઈ ચાવડા જીઆઇડીસી ખાતે દુકાન ધરાવી વેપાર કરે છે. તેમના કાકાની દીકરી ની ઓપરેશન હોવાથી તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. દરમિયાનમાં 28 જુલાઈના રોજ ઓપરેશન હોવાથી એક રિક્ષામાં બેઠા હતા અને સિવિલ પાસે આવેલા બિપિન કોમ્પ્લેક્સ પાસેના રિક્ષામાંથી ઉતર્યા અને ભાડું આપવા પાકીટ કાઢ્યું હતું. પાકિટમાં વધુ પૈસા હોવાથી રિક્ષામાં પાછળ બેઠેલા શખસે છરો બતાવી 47 હજાર ભરેલા પાકીટ લૂંટી લીધું હતું. રિક્ષામાં સવાર બન્ને શખ્સોએ ધમકી આપી હતી. બાદમાં બન્ને શખસો ભાગી ગયા હતા. આ અંગે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.