ગુજરાત
News of Tuesday, 1st September 2020

ઇન્દીરા સાગર ડેમના ઇનફ્લો-આઉટફ્લો બંને એક સરખા થયા: 11.37 લાખ ક્યુસેક પાણી છોડાયું

ઇન્દિરા સાગર ડેમથી સરદાર સરોવર ડેમ ખાતે આવતાં આશરે 14 કલાક લાગે

અમદાવાદ :ઇન્દીરા સાગર ડેમમાંથી રવિવાર રાત્રે 8-00 કલાકથી બીજે દિવસે સોમવારે સવારે 8-00 કલાક સુધી 11.37 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ઇન્દિરા સાગર ડેમથી સરદાર સરોવર ડેમ ખાતે આવતાં આશરે 14 કલાક લાગે છે. આમ, આજે રાત્રે 12-00 કલાક સુધી સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આશરે 11.37 લાખ ક્યુસેક પાણી આવવાની સંભાવના રહેલી છે, એમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજ્જરે જણાવ્યું હતું. બપોરે 3-00 કલાકે સરદાર સરોવર ડેમ ખાતે ડેમની સપાટી 132.81 મીટરે નોંધાવાની સાથે ડેમમાં 11.40 લાખ ક્યુસેક પાણીની નવી આવક નોંધાયેલી છે, જેની સામે આશરે 1.22 લાખ ક્યુસેક પાણીનો ડેમમાં સંગ્રહ કરી ભરૂચ તરફ 9.58 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમના 23 દરવાજા મારફત છોડવામાં આવી રહ્યું છે.

(10:12 am IST)