ગુજરાત
News of Tuesday, 1st September 2020

સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ: હાઈવે પર પડેલા ગાબડામાં વૃક્ષો વાવવાનો કર્યો પ્રયાસ

વરસાદને કારણે મોટાભાગના રોડ રસ્તા અને હાઇવે બિસ્માર હાલતમાં હોવાથી તંત્રનું ધ્યાન દોરવા કર્યો કાર્યક્રમ

સાબરકાંઠા: જિલ્લા કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે નંબર આઠ ઉપર પડેલા મસમોટા ગાબડાને ધ્યાનમાં રાખી હાઈવે ઉપર વૃક્ષ વાવવાનો પ્રયાસ કર્યો હતો

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદના પગલે છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના રોડ રસ્તા અને હાઈવે બિસ્માર બની ચૂકયા છે. તેમજ હાઇવે ઉપર મસમોટા ગાબડા સર્જાયા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 8 ઉપર પણ મસમોટા ગાબડા સર્જાયા છે. જેના પગલે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં NSUI દ્વારા હાઈવે ઉપર પડેલા ખાડાઓમાં વૃક્ષ વાવવાનો પ્રયાસ કરાયો હતો. જેના પગલે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

(11:35 am IST)