ગુજરાત
News of Tuesday, 1st September 2020

વિદેશથી ગુજરાત આવતા મુસાફરો માટે ૧૪ દિ' કોરોન્ટાઇન ફરજિયાત

મુસાફરી પહેલાના ૯૬ કલાકમાં કરાવેલ કોરોના રિપોર્ટ નેગેટીવ આવે તો ઇન્સ્ટીટયુશનલ કોરોન્ટાઇનમાંથી મુકત : ડેકલેરેશન જરૂરી

રાજકોટ,તા. ૧: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે વિદેશથી ગુજરાતમાં આવતા લોકો માટે તા. ૨૯ ઓગસ્ટે ગાઇડ લાઇન બહાર પાડી છે. કોઇ પણ માર્ગે આવતા મુસાફરોએ તેને અનુસરવું પડશે.

પરિપત્રમાં જણાવાયું છે કે, દરેક મુસાફરે મુસાફરીના ૭૨ કલાક પહેલા Air Suvidha website/ portal www.newdelhiairport.in ઓનલાઇન પોર્ટલ પર self -declaration ફોર્મ ભરવાનું રહેશે. પ્રવાસીએ આજે પોર્ટલ પર બાંહેધરી પત્રક ભરવાનું રહેશે. જેમાં ૧૪ દિવસના ફરજિયાત કોવરન્ટાઇન જેમાં ૭ દિવસ સ્વખર્ચે institutional quarantine અને ૭ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવાની સહમતિ આપવાની રહેશે. કેટલાક અનિવાર્ય કારણો જેવા કે પ્રેગ્નેન્સી, પરિવારજનનું મૃત્યુ, ગંભીર બિમારી અને ૧૦ વર્ષ કે તેથી ઓછી વયના બાળક અને તેના માતા પિતા/ વાલીના કિસ્સામાં ૧૪ દિવસ હોમ કવોરન્ટાઇનની અનુમતિ આપી શકાશે.  મુસાફરો RT-PCR test report submit કરાવી institutional quarantineમાંથી મુકિત મેળવી શકે છે. પરંતુ આ ટેસ્ટ મુસાફરીના પહેલાના ૯૬ કલાકમાં જ કરાવેલ હોવો જોઇએ. તથા આ ટેસ્ટ રીપોર્ટ પોર્ટલ પર પણ અપલોડ કરવાનો રહેશે. દરેક મુસાફરે આ રીપોર્ટની પ્રામાણિકતા માટે એક declaration પણ સબમિટ કરવાનું રહેશે. રીપોર્ટમાં કંઇ ખોટું હોવાના કિસ્સામાં તે વ્યકિત સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરી શકાશે. આ રીપોર્ટ ભારતના એરપોર્ટના પ્રવેશ સમયે પણ રજૂ કરી શકાશે. સરકારે નકકી કરેલા અન્ય નિયમો પણ મુસાફરે પાળવાના રહેશે.

(1:04 pm IST)