ગુજરાત
News of Tuesday, 1st September 2020

ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન સરકારી - ગ્રાન્ટેડ બીએઙ કોલેજોમાં બેઠક ખાલી રહેવાની શકયતા : ગણગણાટ

પ્રવેશ પરીક્ષા વિવાદી : ખાનગી કોલેજોમાં છાત્રોને પ્રવેશ લેવો પડે તેવી સ્થિતિ

રાજકોટ, તા. ૧ : ગુજરાતની ટીચર્સ યુનિવર્સિટીની વિવાદાસ્પદ પ્રવેશ પરીક્ષા પદ્ધતિને કારણે સરકારી અને ગ્રાન્ટેડ બી.એઙ કોલેજોની બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતની તમામ સરકારી અને ગ્રાન્ટેડ બી.એઙ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં સમાવી લેવામાં આવી છે. ટીચર્સ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પ્રવેશ પરીક્ષામાં ઓછા ગુણ અને પાસ ન થયેલા વિદ્યાર્થીઓએ હવે ના છૂટકે સ્વનિર્ભર કોલેજના દ્વારે જઈને તોતીંગ ફી ભરીને પ્રવેશ લેવો પડશે. સરકારી અને ગ્રાન્ટેડ બી.એઙ કોલેજોના બેઠકો ખાલી છતા ખાનગી કોલેજમાં પ્રવેશ વિદ્યાર્થીએ મેળવવો પડશે. ટીચર્સ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ પ્રવેશ પરીક્ષા ભારે વિવાદી બની છે. આ પ્રવેશ પરીક્ષાના આધારે મેરીટ તૈયાર થયુ છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી રહે તો ત્રણેક વર્ષમાં અધ્યાપકોને ફાજલ પડવાની શકયતાઓ વર્તાઈ રહી છે.

(3:18 pm IST)