ગુજરાત
News of Tuesday, 1st September 2020

અમદાવાદના રાણીપની મહિલાને સિમકાર્ડનું 4જી કરાવવું ભારે પડ્યું:મહિલાના ખાતામાંથી 8 લાખ ટ્રાન્સફર કરી ભેજાબાજે ઠગાઈ કરી

અમદાવાદ: શહેરના રાણીપમાં રહેતી અને ગાંધીનગરમાં ગુજરાત પસંદગી બોર્ડના અંગત સચિવના પી..તરીકે નોકરી કરતી મહિલાને સીમકાર્ડ થ્રી-જી નેટવર્કમાંથી ફોર-જી નેટવર્કમાં અપગ્રેડ કરાવવાનું ભારે પડયું હતું. આરોપીએ અપગ્રેડ કરવાને બહાને મહિલાના ખાતામાંથી રૂ.8,50,017 અન્ય ખાતામાં ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

રાણીપમાં શિવકુંજ સોસાયટીમાં રહેતા રેખાબહેન સી.યાદવ ગાંધીનગરમાં ગુજરાત પસંદગી બોર્ડના અંગત સચિવના પી..તરીકે નોકરી કરે છે. 9 જુન 2020ના રોજ તેમના મોબાઈલ પર અજાણી વ્યક્તિએ ફોન કરીને તે આઈડીયા કંપનીમાંથી બોલે છે અને તમારૂ આઈડીયા કંપનીનું સીમકાર્ડ થ્રી-જી નેટવર્કમાંથી ફોર-ૃજી નેટવર્કમાં અપગ્રેડ કરાવવું હોય તો મેસેજ મોકલું છું જેમાં વાય ટાઈપ કરીને રિપ્લાય કરો, એમ કહ્યું હતું.

આથી રેખાબહેને વાય ટાઈપ કરીને રિપ્લાય કર્યો હતો. બાદમાં શખ્સે બીજે દિવસે સાંજ સુધીમાં તમારૂ સીમકાર્ડ ફોર-જીમાં અપગ્રેડ થઈ ચાલુ થઈ જશે, એમ કહ્યું હતું. જોકે સીમકાર્ડ અપગ્રેડ થતા તેમણે શાહીબાગમાં આઈડીયા કસ્ટમર કેરમાં જઈને તપાસ કરતા તેમને આઈડીયા કંપની તરફથી આવો કોઈ ફોન કરવામાં આવ્યો નથી, એમ જમાવવામાં આવ્યું હતું.

(6:00 pm IST)