ગુજરાત
News of Tuesday, 1st September 2020

વડોદરાના ગોત્રી વિસ્તારમાં મધ્ય રાત્રીએ પોલીસે દારૂનો જથ્થો ભરેલ કાર ઝડપી ડ્રાઈવરની ધરપકડ કરી

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં ગઈ મોડીરાત્રે પોલીસે દારૂનો જથ્થો ભરેલી એક કાર ઝડપી પાડી ડ્રાઈવરની પૂછપરછ હાથ ધરી છે.

ગોત્રીના ગોકુલ નગર વિસ્તારમાં પોલીસે એક કારને ચેક કરતા અંદરથી દારૂ અને બીયરની રૂ અડધો લાખ ઉપરાંતની કિંમતની 221 બોટલો મળી આવી હતી.

પોલીસે વિનુ બચુભાઈ રાઠવા (રહે. ગોકુળ નગર સોસાયટી, ગોત્રી મૂળ રહે. ચીમલી ગામ, જેતપુર) પાવીને ઝડપી પાડી દારૂ અને કાર કબજે કર્યા હતા. દારૂનો જથ્થો તો ક્યાંથી લવાયો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)