ગુજરાત
News of Thursday, 1st December 2022

ગણપત યુનિવર્સિટી દ્વારા યોજાઇ વૈશ્વિક કક્ષાની પબ્‍લીક પોલીસીટોક

(કેતનખત્રી) અમદાવાદ તા.૧: તાજેતરમાં ગણપત, યુનિવર્સિટીની ફેકલ્‍ટી ઓફ મેનેજમેન્‍ટ દ્વારા તેની ત્રીજી માસિક અટલબિહારી બાજપાઇ પબ્‍લિક પોલીસી ટોક-સિરીઝનું ઓન-લાઇન આયોજન કરવામાં આવ્‍યુ હતું.

આ આંતરરાષ્‍ટ્રીય કક્ષાની ઓન-લાઇન ટોકનો વિષય હતો જનીઝ એક્રોસ કોન્‍ટિનેન્‍ટસઃ અ ન્‍યૂ ઇન્‍ડિયા ઓન ધી ગ્‍લોબલ સ્‍ટેજ

આ ટોક-સિરિઝમાં મહેમાન વકતાઓ તરીકે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના સેન્‍ટર ફોર ઇન્‍ટરનેશનલ પોલિટિકસના કિસઆર્મામેન્‍ટ વિષયના નિષ્‍ણાંત પ્રો.અમિતાભ ભટ્ટ ઉપરાંત આયરલેન્‍ડ ખાતે ભારતના એલચી તરીકે ફરજ બજાવી ચૂકેલા આઇ.એફ.એસ.અધિકારી શ્રી અખિલેશ મિશ્રા તેમજ કઝાખિસ્‍તાન, સ્‍વિડન અને લાટવિયા જેવા દેશોમાં ભારતના રાજદુત તરીકે સેવા આપી ચૂકેલા આઇ.એફ.એસ અધિકારી શ્રીઅશોક સજજન હાર અને એવા જ ઉંચા દરજજાના આઇ.એફ.એસ.અધિકારી શ્રીવિષ્‍ણુપ્રકાશ કે જેઓ પણ કેનેડા અને  સાઉથ કોરિયા ખાતે ભારતના રાજદુત તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તેવા વિદ્વાનોનોએ માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ

આ સૌ મહાનુભાવો ઉપરાંત ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચિફ અને પ્રેસિડેન્‍ટ પદમશ્રી ગણપતભાઇ પટેલ, યુનિ.ના પ્રો.ચાન્‍સેલર અને ડાયરેકટર જનરલ પ્રો.ડો.શ્રી મહેન્‍દ્ર શર્મા, યુનિ.ના પ્રો.વાઇસ ચાન્‍સેલર અને એકિઝ. રજિસ્‍ટ્રાર ડો.શ્રી અમિત પટેલ તેમજ યુનિ.ના પ્રો વાઇસ ચાન્‍સેલર પ્રો.ડો શ્રી આર.કે.પટેલ પણ આ ઓનલાઇન ટોકમાં ઉપસ્‍થિત રહયા હતા

નિષ્‍ણાંત તરીકે ઉપસ્‍થિત રહેલા અને આંતરરાષ્‍ટ્રીય રાજનીતિના વિદ્વાન વકતાઓએ ભારતની આઝાદી પછીની વિદેશનીનીતિ લઇને આજદિન સુધીની વિદેશનીતિમાં કયા કયા સંજોગોમાં કેવા કેવા પરિવર્તન આવ્‍યા અને ભારતે પોતાની નીતિ-રીતમાં કેવા કેવા પરિવર્તનો શા માટે અપનાવ્‍યા તેની વિષદ ચર્ચા કરી હતી તો, છેલ્‍લા થાોડા વર્ષોમાં વડાપ્રધાન શ્રીનરેન્‍દ્ર મોદીના કાર્યકાળમાં નવા ભારતની નવી વિદેશ નીતિ દ્વારા કેવી રીતે વૈશ્વિક કક્ષાએ ભારતે પોતાનું સ્‍થાન વધુ આદર પાત્ર અને પ્રભાવક બનાવ્‍યુ તેની પણ વિગતવાર ચર્ચા કરી સૌ સહભાગી અભ્‍યાસુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્‍યાપકોને સુપેરે જ્ઞાત કર્યા હતા.

(4:31 pm IST)