ગુજરાત
News of Thursday, 1st December 2022

વડોદરાના હરણી વિસ્ત્તારમાં મહિલાનો અછોડો તોડનાર આરોપીની રંગે હાથે ધરપકડ

વડોદરા: શહેરના હરણી રોડ વિસ્તારમાં ચાર દિવસ પહેલા મહિનાનો અછોડો તોડનાર બાઈક સવારને પોલીસે ઝડપી પાડ્યો છે.કારેલીબાગ સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન કુસુમબેન ચૌધરી ગઈ તા 26 મીએ સાંજે તેમની પુત્રી સાથે ખરીદી કરી પરત ફરતા હતા ત્યારે પાયલ પાર્ક સોસાયટી નજીક દુકાનમાં રોકાયા હતા.

આ વખતે તેમની પુત્રી સ્કૂટર લઈ ઘેર ગઈ હતી અને કુસુમબેન ખરીદી કરીને ચાલતા આવી રહ્યા હતા ત્યારે સામેથી આવેલા બાઇક સવારે તેમના ગળામાંથી અછોડો તોડી દીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે અછોડા તોડ ની બાઈક તેમજ ફૂટેજ ના આધારે શોધખોળ કરી હતી અને આજે વાઘોડિયા રોડ વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.

પોલીસની તપાસમાં અછોડા તોડનું નામ જયદીપ ચિરાગભાઈ રાઠવા (રહે ભાથુજીનગર વાઘોડિયા રોડ રહે મૂળ રહે જેતપુર પાવી) હોવાનું ખુલ્યું હતું. તેની પાસે રોકડા રૂ. 10,500 તેમજ તૂટેલી ચેન ગીરે મૂક્યાનું બિલ મળી આવ્યું હતું. જેથી પોલીસે પૂછપરછ કરતા લુટેલો અછોડો બોડેલીની ખાનગી શરાફી પેઢીમાં રૂ. 20,000 માં ગીરે મૂક્યો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.

(7:26 pm IST)