વડોદરાના ડભોઇ રોડ નજીક એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલ શખ્સને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત
વડોદરા: શહેરના ડભોઇ રોડ ચંદન ટેનામેન્ટમાં રહેતા હર્ષદ બાબુભાઈ પરમાર અલકાપુરીની એક હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે .તેમના પિતા બાબુભાઈ રામજીભાઇ પરમાર (ઉ.વ.૭૨) ગત ૨૨ મી તારીખે સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા .રૃપિયા ઉપાડી ને તેઓ ચાલતા ચાલતા ઘરે આવતા હતા તે દરમિયાન એક અજાણ્યા વાહને તમને ટક્કર મારતાં બાબુભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઇજાગ્રસ્ત બાબુભાઈને સૌ પ્રથમ સારવાર માટે યોગિની વસંતદેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેઓને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે પાણી કે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત કરીને ભાગી છુટેલા વાહન ચાલકને શોધખોળ હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં સમા ભાદરણનગર પાસે પંચામૃત બિલ્ડિંગમાં રહેતા અરૃણભાઇ જૈન આજે બપોરે પોતાનું સ્કૂટર લઇને છાણીથી જી.એસ.એફ.સી. જતા હતા.તે દરમિયાન હાઇવે પર ઉભેલી એક ટ્રકમાં તેઓ પાછળથી ઘુસી જતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.અને ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયુ છે.