ગુજરાત
News of Friday, 2nd April 2021

રાજપીપળા શહેરમાં સાંજે 6 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ : તંત્ર દ્વારા કરાયેલી મિટિંગ નો ફિયાસ્કો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં કોરોના ના વધતા કેસો બાદ વહીવટી તંત્ર દ્વારા જાગ્યા ત્યાંથી સવાર ની માફક અનેક તગલઘી નીંર્ણય લેવાઈ રહ્યા હોવાનું જોવા મળ્યું છે જેમાં રાજપીપળા શહેરના વેપારી મંડળો સાથે અધિકારીઓ એ મિટિંગ કરી વધતા કોરોના કેસ બાદ સવારે 6 થી સાંજે 6 સુધી દુકાનો ખુલ્લી રાખવા વેપારીઓ ને મનાવ્યાં હતા અને આજે શુક્રવાર થી એનો અમલ કરવા નો હતો પરંતુ આજે સાંજે 6 બાદ બજારમાં ઘણી દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે જ્યારે અમુક દુકાન ના વેપારીઓ એ સ્વયંભૂ બંધ રાખી હોય તંત્ર દ્વારા લેવાયેલી મિટિંગ નો જાણે અગાઉ ની માફક હાલ માં પણ ફિયાસ્કો થતો જ જોવા મળ્યો હતો.
 જોકે કેટલાક વેપારીઓ ના જણાવ્યા મુજબ આ નિર્ણય યોગ્ય નથી લોકો દુકાનો બંધ કરી ઓટલા પર ટોળા વળી બેસે છે તેમજ સાંજે વહેલી દુકાનો બંધ થવાની જાણ થતાં દિવસ દરમિયાન ગ્રાહકોના ટોળાં ઉમટી પડતા હોય ત્યારે તેમાં કોરોના સંક્રમણ વધવાની પણ શક્યતાઓ રહેલી છે.

(12:38 am IST)