ગુજરાત
News of Monday, 2nd May 2022

સુરેન્દ્રનગરમાં લક્ઝરી બસ અને ઇકો વાન વચ્ચેગમખ્વાર અકસ્માત : 4 લોકોના મોત : બે ઘાયલ

રાજકોટથી રાજસ્થાન લગ્ન પ્રસંગમાં જતા રસ્તામાં કટારીયા ગામ નજીક અકસ્માત નડ્યો : લગનની ખુશી માતમમાં ફેરવાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં લક્ઝરી બસ અને ઇકો વાન વચ્ચે ધડાકાભેર ટક્કર થઇ છે. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે બે લોકો ઘાયલ હોવાનું જાણવા  મળ્યું છે

ળતી જાણકારી અનુસાર, રાજકોટ-અમદાવાદ રાજમાર્ગ પર કટારિયા ગામ નજીક આ દુર્ઘટના ઘટી હતી. લક્ઝરી બસ અને ઇકો વાનની સામસામે ટક્કર થતા 4 લોકોના મોત નિપજ્યાં છે. પોલીસના જણાવ્યાં અનુસાર, ઇકો વાનમાં 6 લોકો સવાર હતાં. તેઓ તમામ રાજકોટથી રાજસ્થાન નજીક એક લગ્નપ્રસંગમાં સામેલ થવા જઇ રહ્યાં હતાં

લિંબડી પોલીસે જણાવ્યું કે, અનિયંત્રિત થયેલી ઇકો વાન વિપરિત દિશામાંથી આવી રહેલી લક્ઝરી બસ સાથે જઇને અથડાતા આ દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટનામાં ઇકોમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતાં. જ્યારે અન્ય 2 ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવાયા. હાલમાં તેઓની સારવાર શરૂ છે. પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

 આ અકસ્માતની ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. જો કે, લોકો બચાવ કાર્યમાં જોતરાઇ ગયા હતા. લીંબડી પોલીસ પણ ઘટનાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. લીંબડી પોલીસ અને સ્થાનિકોએ મૃતકોના મૃતદેહોને કારના પતરા ચીરીને બહાર કાઢ્યા હતાં. મૃતદેહોને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલ મોકલી અકસ્માતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો તો બીજી બાજુ આ યુવાનોના પરિવારને જાણ થતાં પરિવાર પણ ભારે શોકમાં ડૂબ્યો છે.

(3:21 pm IST)