ગુજરાત
News of Saturday, 2nd July 2022

સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકો માટે યોજાશે ઈ-ઑક્શન

મોટર સાઇકલ અને એલ.એમ.વી. કારના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, અમદાવાદ (ગ્રામ્ય) બાવળા દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન ઈ-ઑક્શન કરવામાં આવશે. જેમાં ભાગ લેવા ઈચ્છુક વાહનમાલિકોએ આગામી તા. ૦૮ જુલાઈ ૨૦૨૨ થી ૧૦ જુલાઈ ૨૦૨૨ બપોરના ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન એપ્લિકેશન કરી નિયત રકમ ચૂકવવાની રહેશે.
    મોટર સાઇકલની સીરીઝ GJ38–AB, GJ38–AC, GJ38–AD, GJ38–AE, GJ38–AG GJ38–AH અને એલ.એમ.વી. કાર GJ38–B, GJ38–BA, GJ38–BB, GJ38–BC, GJ38–BD નું રી-ઑક્શન શરૂ કરવામાં આવનાર છે. આ ઈ-ઑક્શનમાં ભાગ લઈ પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/parivahan/ પર આગામી તા. ૦૮ જુલાઈ ૨૦૨૨ થી ૧૦ જુલાઈ ૨૦૨૨ બપોરના ૦૪.૦૦ કલાક સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૧૦ જુલાઈ ૨૦૨૨ બપોરના ૦૪.૦૦ કલાક થી ૧૨ જુલાઈ ૨૦૨૨ બપોરના ૦૪.૦૦ કલાક સુધીમાં ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અને ઈ-ઓક્શનનું પરિણામ તા. ૧૨ જુલાઈ ૨૦૨૨ બપોરના ૦૪.૦૦ કલાકે યોજાશે.
    ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ http://parivahan.gov.in/parivahan/ વેબસાઈટ પર જઈ સેલ ઇન્વોઇસની તારીખ અથવા વિમાની તારીખ એ બે માંથી જે વહેલું હશે તે તારીખ થી સાત દિવસમાં સી.એન.એ. ફોર્મ ભરવાનો રહેશે. અરજી કરેલ હોય તેવા જ અરજદારો વાહનના સેલ લેટરમાં દર્શાવેલ વેચાણ તારીખથી ૬૦ દિવસના અંદર હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. નિયત સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.
    જો અરજદારએ હરાજીની પ્રકિયા પૂર્ણ થયાના પાંચ દિવસ સુધીમાં બીડની રકમના નાણાં જમા કરાવવાના રહેશે. આ સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.

(7:46 pm IST)