ગુજરાત
News of Monday, 2nd August 2021

સાગબારા મામતલદાર કચેરી પાસે થયેલા ટ્રિપલ અકસ્માત માં એક મહિલાનું મોત : ચારને ગંભીર ઈજાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતેની મામલતદાર કચેરી પાસે થયેલા ટ્રિપલ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે ચાર ની ઇજાઓ થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
 પ્રાપ્ત માહિતી મુજબ ઇકો ગાડી નં.GJ.22.H.8021  પુરઝડપે હંકારતા સામેથી આવતી મોટર સાયકલ નંબર GJ.22.E.4897 ને ટક્કર મારી રોડ ઉપર પાડી દેતા મો.સા. ચાલકને ડાબા પગે ફેકચર કરી ગંભીર ઇજા પહોચાડી તથા ઇકો ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સામેથી આવતા આઇસર ટેમ્પા નેબર MH.18 - BG.8874 સાથે ઇકો ગાડી અથાડી દેતા ઇકો ગાડીમાં બેઠેલ  સબનમબાનુને ઇજા કરી સાહેદ ધર્મેન્દ્રસિંહને તથા સાહેદ રાજદિપસીંગ ઇકબાલસીંગ વસાવેને તથા ઇકો ગાડીના ચાલકને ઇજા થઈ હતી અમીનાબેન વિરસિંહ વસાવાને માથામાં ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજાવી ગુનો કરનાર ઇકો ચાલક વિરુદ્ધ સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:55 pm IST)