ગુજરાત
News of Tuesday, 2nd August 2022

ભારત- તિબ્‍બત સંઘની કાર્યકારણીની બેઠક સંપન્‍નઃ રાષ્‍ટ્રીય હોદેદારો જોડાયા

રાજકોટ, તા.૨: ભારત અને તિબ્‍બેટના સંબંધને લઇને ગુજરાતમં કામ કરતી ભારત - તિબ્‍બત સંઘની બીજી પ્રદેશ કારોબારી અને ગુજરાત પ્રાંતની વાર્ષિક સાધારણ સભા અને કાર્યકારણીની બેઠક તાજેતરમાં ઓનલાઇન યોજાઇ ગઇ.

રાજયના ૨૦ જિલ્લાના હોદેદારો કાર્યકરો જોડાયા હતા અને રાષ્‍ટ્રીય કક્ષાએથી  માર્ગદર્શન આપવા રાષ્‍ટ્રીય મહામંત્રી સૌરભ સારસ્‍વતજી અને ગંગોત્રી ધામના અધ્‍યક્ષ રાવલ હરીશ સેમવાલજી ઉપસ્‍થિત રહ્યા હતા. આ બેઠકમાં કૈલાસ માનસરોવરનું ધાર્મિક મહત્‍વ માનસરોવર મુકિત સંકલ્‍પ, વિગેરે વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું.

આ પ્રસંગે સૌરભ સારસ્‍વતજીએ ખરેખર માઉન્‍ટ એવરેસ્‍ટ નહી સાગર માથા છે. તે અંગે જયારે રાવલ હરીશ સેમવાલજીએ ભારતનો પડોશી ચીન નહી પણ તિબ્‍બબત છે. ચીને અનધિકૃત કબજો કરેલ છે માટે ચાઇના બોર્ડર નહી પણ તિબ્‍બત બોર્ડર કહેવી જોઇએ. ભાવેશભાઇ જોષી (બાપજી) એ દરેક શિવાલયોમાં કૈલાસ માનસરોવર મુકિત માટે સંકલ્‍પ કરવા ઉપર ભાર મુકયો હતો. જયારે ડો.મૃણાલીનીબેન ઠાકરે પ્રાસંગીક પ્રવચન કરેલ. વિભાગના પ્રદેશ અધ્‍યક્ષ ડો.મૃણાલીનીબેન સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીજ્ઞાબેન ગામી સાવલીયાએ અને કર્મ ઢેબર એ કર્યુ હતું. બેઠક પ્રચાર અને ટેકનિકલી સહાયતા ગાર્ગેય ત્રિપાઠી, પ્રાંત દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના રાજકોટ શહેર જીલ્લાના યોગીન છનીયારા, દિવ્‍યાબેન ભટ્ટ, ડો.રીનાબેન દવે, ભવદિપ ત્રિવેદી, રૂદ્રભટ્ટ, રાહુલ કુંઢિયા, ડો.જે.આર.જકનવાળા, ડો.નીખીલ ભટ્ટ, ડો.મૃણાલીની ઠાકર, અર્જુન દવે, પુરોહિત હરેશ્‍વરીબેન, વાઘેલા હરેશભાઇ, લતાબેન ચૌહાણ, ડો.ઉમાબેન તન્‍ના, જહાનવીબેન ગોહીલ વિગેરે હોદેદારો કાર્યકરો જોડાયા હતા.

(10:23 am IST)