ગુજરાત
News of Tuesday, 2nd August 2022

ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. વી. ધોળા અને કોન્‍સ. જયદિપસિંહ ઝાલાને ‘ઇ-કોપ ઓફ ધ મંથ'નો એવોર્ડ

ડીજીપી આશિષ ભાટીયાએ બંનેને એવોર્ડ આપી સન્‍માનીત કરતાં ઠેર-ઠેરથી શુભેચ્‍છાઓ

રાજકોટઃ નોંધપાત્ર અને પ્રસંશનીય કામગીરી બદલ રાજ્‍યના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને ઇ-કોપ ઓફ ધ મંથનો એવોર્ડ રાજ્‍યના ડીજીપીશ્રી તરફથી આપવામાં આવે છે. તે અંતર્ગત શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. વી. ધોળા અને ઇ-ગુજકોપના કર્મચારી કોન્‍સ. જયદિપસિંહ જે. ઝાલાને આ એવોર્ડ ડીજીપીશ્રી આશિષ ભાટીયાના હહસ્‍તે એનાયત થયો હતો. શહેરમાં થયેલી પટોળાની ચોરીનો ગુનો ડિટેક્‍ટ કરી રૂા. ૩૭,૨૩,૧૯૦નો મુદ્દામાલ રિકવર કરી તેમજ સુરેન્‍દ્રનગર અને રાજકોટની છ વાહન ચોરીના ગુના ડિટેક્‍ટ કરી ત્રણ આરોપીઓને પકડી રૂા. ૧,૪૩,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્‍યો હતો. આધુનિક ટેકનીકનો ઉપયોગ કરી ગુના શોધવાની ઉત્‍કૃષ્‍ઠ કામગીરી પીઆઇ જે. વી. ધોળા અને કોન્‍સ. જયદિપસિંહ ઝાલાએ કરી હોઇ બંનેને એવોર્ડ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં. જયેન્‍દ્રસિંહ ઝાલાને અગાઉ પણ બે વખત આ એવોર્ડ મળી ચુક્‍યો છે. બંનેને સાથી અધિકારીઓ, કર્મચારીઓ, ઉચ્‍ચ અધિકારીઓ તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(10:59 am IST)