ગુજરાત
News of Tuesday, 2nd August 2022

અમન મહેતાઃ ૧ ઓગસ્‍ટથી ટોરેન્‍ટ ફાર્માના ડાયરેકટર બોર્ડમાં સામેલ થશે

ન્‍યુઝ ફર્સ્‍ટ : ટોરેન્‍ટ ફાર્માના ડાયરેકટર પદે શ્રી અમન મહેતાની સોમવાર  ૧ ઓગસ્‍ટ ૨૦૨૨થી નિમણુંક થઈ છે. શ્રી અમન મહેતાએ બોસ્‍ટન યુનિવર્સીટી, બોસ્‍ટનથી અર્થશાષામાં ગ્રેજયુએશન અને ન્‍યુયોર્કની કોલંબીયા યુનિવર્સીટીમાંથી એમબીએ કર્યું છે.

ટોરેન્‍ટ ખાતે પોતાની કામગીરી દરમ્‍યાન તેમણે ફાર્મા અને પાવર એમ બન્‍ને સેકટરમાં તેમણે સેવા આપી. છે. ટોરેન્‍ટ પાવર ખાતે અમન મહેતાએ પોતાની કારકિર્દી દરમિયાન પડકાર રૂપ કામોમાં સહભાગી રહયા અને વિતરણ ક્ષેત્રે ગ્રાહકલક્ષી કામગીરી કરી તેમજ ઓપરેશન વિભાગની એફીસીયન્‍સી વધારવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્‍યો છે. ડિસ્‍ટ્રીબ્‍યુશનના બિઝનેસમાં કસ્‍ટમર ઓરિયેન્‍ટેશન ટ્રાન્‍સફોર્મેશન લાવવામાં અમન મહેતાએ બહુ મોટું યોગદાન આપ્‍યું છે.

ટોરેન્‍ટ ફાર્મામાં તે એકઝીકયુટીવ ડાયરેકટરપદે રહી ચૂકયા છે અને ભારત ખાતેના બીઝનેસના વડા તેમજ કોર્પોરેટ એચઆરના વડા પણ રહી ચૂકયા છે. તેમની માર્કેટીંગની કૌશલ્‍યતાના કારણે ભારતમાં આટલી હરિફાઈ વચ્‍ચે પણ ટોરેન્‍ટ ઈન્‍ડિયાનો દેખાવ અને નફો વધ્‍યો છે. યુનિકોનનું હસ્‍તાંતરણ એ અમનભાઈની મહત્‍વની સિધ્‍ધી છે. જેના કારણે કંપનીની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત તેમણે લીધેલા પગલાઓના કારણે કંપનીનો માર્કેટમાં હિસ્‍સો વધ્‍યો છે.

ટોરેન્‍ટમાં અત્‍યંત શ્રધ્‍ધા ધરાવતા અમનભાઈએ કંપનીમાં ઈનોવેશન, એમ્‍પાવરમેન્‍ટનું વાતાવરણ ઉભુ કર્યું છે અને કંપનીની લાંબાગાળાની વેલ્‍યુ ઉભી કરવા પ્રત્‍યે તેમનો દૃઢ નિヘય છે.

૨૨૫૦૦ કરોડના બીઝનેસવાળા  ટોરેન્‍ટ ગ્રુપમાં ટોરેન્‍ટ ફાર્મા ૮૫૦૦ કરોડના બીઝનેસ સાથે મહત્‍વની કંપની છે. ટોરેન્‍ટ ફાર્મા માર્કેટ કેપ ૭૫૦૦ કરોડની છે. તે ભારતની ફાર્માસ્‍યુટીકલ બજારમાં ૮માં નંબરે છે અને કાર્ડીયોવેસ્‍કયુલર, ગેસ્‍ટ્રો ઈટેન્‍સીનલ સેન્‍ટર, ન્‍યુટ્રીશ્‍યનલ્‍સ ક્ષેત્રે ટોચની પાંચ કંપનીઓમાંની એક છે.

ટોરેન્‍ટ ફાર્મા એક સ્‍પેશ્‍યલ લક્ષ ધરાવતી કંપની છે અને તેની ભારતની ૭૪ ટકાથી વધારે આવક ક્રોનીક અને સબ ક્રોનીક થેરાપીસ્‍ટની છે. તેની ઉપસ્‍થિતી વિશ્વના ૪૦ દેશોમાં છે અને તે બ્રાઝીલ, જર્મની  અને ફીલીપીન્‍સની ભારતીય કંપનીઓમાં પહેલા નંબર પર છે. ટોરેન્‍ટ પાસે ૭ મેન્‍યુફેકચરીંગ યુનીટો છે. જેમાંથી ૪ યુએસએફડીએ એપ્રુવ્‍ડ છે. દેશની અને વિદેશી બજારોમાં તેના વિકાસ પાછળ તેના આર એન્‍ડ ડી નો હાથ છે. કંપનીએ આર એન્‍ડ ડી ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર પાછળ ઘણું રોકાણ કર્યું છે અને કંપનીના આર એન્‍ડ ડી વિભાગમાં ૭૦૦થી વધારે વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

(11:41 am IST)