ગુજરાત
News of Tuesday, 2nd August 2022

સ્‍વ.અહેમદ પટેલના પુત્રી મુમતાજ પટેલ સક્રિય રાજનીતિમાં આવશે ? ?

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં બે દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ રાજકીય સન્‍યાસ ભોગવી રહેલ છે. હવે કોંગ્રેસે સત્તાના સિંહાસનનું સપનુ નિહાળ્‍યુ છે અને ટાર્ગેટ સાથે તે ચૂંટણીની તૈયારીમાં લાગી ગયુ છે કહેવાય છે કે કોંગ્રેસ સ્‍વ.અહેમદ પટેલના પુત્રીને મહત્‍વની જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. સ્‍વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલને રાજનીતિમાં લાવવાની તૈયારી થઇ રહી છે તે અંગે કોંગ્રેસના વર્તુળોમાંથી જે મુદ્દાઓ બહાર આવ્‍યા છે તે નીચે મૂજબ છે.

* કોંગ્રેસના દિગ્‍ગજ નેતા સ્‍વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સક્રીય રાજકારણમા આવે તેવી પ્રબળ શકયતા, એહમદભાઇનો રાજક્રીય વારસો પુત્ર ફૈજીલની બદલે પુત્રી મુમતાઝ સંભાળશે.

* તાજેતરમા દિલ્‍હી ખાતે  કોંગ્રેસ હાઈકમાંડ એટલે કે ગાંધી પરિવાર સાથે મુમતાઝ પટેલની મુલાકાત થઈ હોવાની ચર્ચા, ગુજરાત વિધાનસભાની ચુંટણી પૂર્વે આ મુલાકાતને ખુબજ મહત્‍વપૂર્ણ માનવામા આવી રહી છે.

* ગાંધી પરિવારે મુમતાઝ પટેલને રાજકારણમા સક્રીય થવા આગ્રહ કર્યો હોવાની પણ કોંગ્રેસ વર્તુળોમાં ચર્ચા.

* મુમતાઝ પટેલ એહમદભાઇનું વતન એવી ભરૂચ બેઠક પર થી ૨૦૨૨ વિધાનસભા અથવા ૨૦૨૪ લોકસભાની ચુટણી પણ લડી શકે છે.

તાજેતરમા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અઘ્‍યક્ષ અને લઘુમતી ચહેરો એવા કદિર પિરઝાદાના વિવાદાસ્‍પદ નિવેદનથી હાઈકમાંડ નારાજ થયું છે ત્‍યારે ગુજરાત વિધાનસભાની ચુટણી પૂર્વે સ્‍વ. એહમદભાઇ પટેલની પુત્રી મુમતાઝ પટેલને એક મહિલા લઘુમતી ચહેરા તરીકે પ્રસ્‍થાપિત કરે તો નવાઈ નહી.

(12:05 pm IST)