ગુજરાત
News of Tuesday, 2nd August 2022

અમદાવાદમાં દારૂનું વેચાણ કોઇ સંજોગોમાં થયે તમામની જવાબદારી ફિકસ થશેઃ લઠ્ઠાકાંડ સામે સ્પીડ બ્રેકર

મોડી રાત્રે જાતે વાહનો ચેક કરી, વહેલી સવારે બોલાવાયેલી ડીસીપી અને પીઆઇની તાકીદની બેઠકમાં પોલીસ કમિશનર સખ્ત ચેતવણી : કુટ પેટ્રોલિંગ, નાઇટ પેટ્રોલિંગમાં હું તમારી સાથે રહીશ, લોકોને સલામતી અને અસામાજિક તત્વોને પોલીસનો ભય જરૃરી, રાજય સરકારના કડક કાયદાના અમલની જવાબદારી પોલીસની છેઃ અજય ચૌધરી

રાજકોટ તા.૨: અમદાવાદના ડીજીપી લેવલના પોલીસ કમિશનર સંજયશ્રી વાસ્તવ ૨૦ દિવસ સુધી રજા પર જતા ગાંધીનગર દ્વારા લાંબી વિચારણા બાદ ભૂતકાળની નીતિમાં ફેરફાર કરી ચૂંટણી સમયે કોઇ વિવાદ ન થયા અને રાજય સરકારની છબી ન ખરડાઇ તેવા હેતુથી આઇજી લેવલના જોઇન્ટ પોલિસ કમિશનર અજયકુમાર ચૌધરીને ચાર્જ સુપ્રત થતાં જ લોકોને સલામતી અને ગુનેગારને ભયનો અહેસાસ થાય તે માટે  દરરોજ ત્રણ કલાક રોડ પર ઉતરી વાહન ચેકીંગ કરવા, ફુટ પેટ્રોલિંગ કરવા અને દારૂ, જુગાર કોઇ સંજોગોમાં ચાલુ ન રહે તે જોવા આખા અમદાવાદ પોલિસના પીઆઇથી માંડી નાયબ પોલિસ કમિશનર સુેધીના અધિકારીઓને સખત તાકીદ આપી છે.

વહેલી સવારમાં જ તમામ પીઆઇથી માંડી ડીસીપી લેવલ સુધીના અધિકારીઓએ શંકાસ્પદ વાહનોના ચેકીંગ કરવાની સૂચના આપતા પહેલા ઇનચાર્જૈ પોલીસ કમિશનર જાતે રોડ પર ઉતરી અને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથ ધરેલ.

ઇન્ચાર્જ પોલીસ કમિશનરશ્રી દ્વારા જણાવાયેલ કે, રાજય સરકાર બુટ લેગરોને નાથવા માટે કડક કાયદાઓ અમલી બનાવ્યા છે ત્યારે તેનો સખ્ત અમલ કરી આપણી ફરજ બજાવવા સાથે રાજય સરકારના હાથ મજબૂત કરી લોકોને અહેસાસ કરાવવો જરૃરી છે કે આપણી પ્રાથમિકતા સામાન્ય લોકો માટે જ છેે. કોઇ સંજોગોમાં જો દારૃ વેચાણ થશે તો તમામની જવાબદારી ફિકસ કરી નાખશે તેવી સ્પષ્ટ સૂચનાઓ બઠકમાં આપી હોવાનું સૂત્રો જણાવે છે.

(3:58 pm IST)