ગુજરાત
News of Tuesday, 2nd August 2022

અદાણીએ સીએનજીના ભાવ વધાર્યા

૨ રૂપિયા જેવો વધારો ઝીંકયો

ગાંધીનગર : ગુજરાતમાં અદાણી જૂથે ફરી એક વખત સીએનજીના ભાવમાં વધારો કર્યો છે. સીએનજી ગેસમાં ૧.૯૯ રૂપિયાનો ભાવવધારો ઝીંકાયો છે. ત્‍યારે સીએનજીનો જૂથો ભાવ ૮૩.૯૦ રૂપિયાથી વધારી આજથી નવો ભાવ ૮૫.૮૯ રૂપિયા લાગુ થશે. આજથી આ નવો ભાવ અમલી થશે. જેથી નાગરીકોના ખિસ્‍સા પર બોજ પણ વધશે. દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમર તોડી નાખી છે. પેટ્રોલ - ડિઝલ, સીએનજી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા - પીવાની વસ્‍તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્‍ત છે. જીવન જરૂરીયાતની દરેક વસ્‍તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્‍યારે હવે અદાણી જૂથે પણ ગેસના ભાવ વધાર્યા છે.

(3:59 pm IST)