ગુજરાત
News of Tuesday, 2nd August 2022

વિકાસથી વંચિત વિમુકત અને વિચરતાસમૂદાય માટે અવાજ ઉઠાવતા જંજવાડીયા

ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખપદે આરૂઢ થતા જ સંગઠનમાં પ્રાણ ફૂંકયા

રાજકોટ તા. રઃ ગુજરાત રાજયના ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઇ જંજવાડીયાએ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્‍યા બાદ ચુંવાળીયા કોળી સમાજના સંગઠનમાં નવો પ્રાણ ફૂંકાવાની શરૂઆત કરી દીધી છે.

સમાજના વર્ષોથી પડતર મુદ્દાઓની સમાજની સામાજિક મનશાને પારખીને સરકારની સત્તામાં વિકાસની ભાગીદારી ચકાસવાની પહેલ શરુ કરી સમાજની સાથે વિકાસથી વંચિત વિમુકત અને વિચરતા સમુદાયના ભાવી બાળકોને શિક્ષણ અને રોજગારી તેમજ સરકારી નોકરીઓમાં કેન્‍દ્ર સરકારના ઇદાતે કમીશનની ભલામણોનો સ્‍વીકાર સરકાર સત્‍વરે અમલી કરે એ દિશામાં સરકાર સાથે આગામી દિવસોમાં રાજય સરકારના મુખ્‍યમંત્રીશ્રી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સાથેની રૂબરૂ મુલાકાત રજુઆત કરેલ. આગામી વિધાનસભાની ચુંટણીઓ પહેલા સરકાર શ્રી સકારાત્‍મક રીતે NT-DNT માં આવતી ચુંવાળીયા કોળી સમાજના અન્‍ય સામાજિક આગેવાનો સાથે ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગમાં ચુંવાળીયા કોળીની સાથે સાથ ગુજરાતની મુખ્‍ય વિમુકત અને વિચરતી ના દેવીપુજક સમાજના અને મિયાણા સમાજ તેમજ ગાડલીયા લુહાર સમાજ વણઝારા સમાજ તથા રાવળ સમાજ અને અન્‍ય કુલ ચાલીશ જ્ઞાતિઓના સાથે ગઇકાલે ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગમાં ખાસ હાજરી આપી હતી.

ગાંધીનગર ભારતમાતા હોલ ખાતે યોજાયેલ આ અગત્‍યની મીટીંગમાં દેવીપુજથક સમાજના શ્રી રુપસંગભાઇ તેમજ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ગુજરાતના અનેક સંગઠનોના પ્રમુખો તેમજ ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશમંત્રી શ્રી બાબુભાઇ ચૌહાણ, યુવા પ્રમુખ શ્રી રવિભાઇ શિહોરા, પ્રદેશ પ્રવકતાઓ ડો. પ્રકાશભાઇ કોરડીયા, ડો. ચતુરભાઇ ચરમારી, ઉપપ્રમુખ નટુભાઇ કુંવરીયા, પરસોંડાભાઇ, ભરતભાઇ બાલુન્‍દ્રા, પ્રદેશ સહમંત્રી જગદીશભાઇ, રાજકોટ જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ કારોબારી સભ્‍ય મનુભાઇ પરસોતમભાઇ, સનતભાઇ ડાભી, ભરતભાઇ રાઠોડ-પત્રકાર, પ્રદેશ મંત્રી બેચરભાઇ ડાભી સહિતના ઘણા આગેવાનો આ મીટીંગમાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:12 pm IST)