ગુજરાત
News of Tuesday, 2nd August 2022

કલોલના ઈશ્વરપુરા ફ્લેટમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ચાર લાખના દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

કલોલ :  કલોલમાં આવેલ ઈશ્વરપુરા ફ્લેટમાં રહેતા દિનેશકુમાર હરગોવનભાઈ દરજી કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે દરજી ની દુકાન ચલાવે છે અને ગામમાં આવેલ તેમના ઘરમાં તેમના પિતાજી દરજી કામ કરે છે તેઓ સહ પરિવાર કલોલના ફ્લેટમાં રહે છે જ્યારે દરજીકામ કરવા માટે તેમના પિતા મોટીભોયળ માં આવેલ તેમનું મકાન ખોલે છે ત્યારે તેઓ ગતરોજ બપોરના સુધારે મોટીભોયળ આવેલ તેમના મકાને ગયા હતા ત્યારે તેમના મકાનના તાળા તૂટેલા હોવાનું માલુમ પડયું હતું જેથી તેમના પિતાએ ફોન કરીને તેમને બોલાવતા તેઓ ગામમાં આવેલ તેમના ઘરે દોડી ગયા હતા અને જોયું તો તમામ સામાન વેરવિખેર પડેલો હતો અને તિજોરીના તાળા તૂટેલા હતા જેથી તેમણે તપાસ કરતા તિજોરીમાં મુકેલ ચાંદીના બે ચોરસા કિંમત રૃપિયા ૫૯ હજાર તથા સોનાનું મંગળસૂત્ર અને સોનાનું લોકેટ તથા સોનાનો દોરો તથા રોકડા રૃપિયા ૮૫ હજાર ચોરી થયા હોવાનું માલુમ પડયું હતું તસ્કરો  કુલ રૃપિયા ૪,૩૧,૦૦૦ ના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ લઈને તસ્કરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(5:54 pm IST)