ગુજરાત
News of Tuesday, 2nd August 2022

વડોદરાના હરણી રોડ પર ધોળા દહાડે સોસાયટીના એક ઘરમાંથી તસ્કરોએ 1.12 લાખની મતાની તસ્કરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: હરણી રોડની સંગમ સોસાયટીમાં ધોળે દહાડે ત્રાટકેલી ચોર ટોળકી સોનાના દાગીના અને રોકડા મળીને ૧.૧૨ લાખની મત્તા ચોરી  ગઇ હતી.જે અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

હરણીરોડ પરની સંગમ સોસાયટીમાં રહેતા પ્રશાંતકુમાર મહેશચંદ્ર પંચોલી મંજુસર જી.આઇ.ડી.સી.માં આવેલી નેટાફીમ પ્રા.લિ.કંપનીમાં મેનેજર તરીકે છેલ્લા ૧૨ વર્ષથી નોકરી કરે છે.તેમના  પત્ની જી.એસ.એફ.સી.સ્કૂલમાં શિક્ષિકા છે.ગત તા.૩૧ મી એ તેઓ વાસણા - ભાયલી રોડ ખાતે મિત્રના મકાનના વાસ્તુ  પૂજનમાં ગયા હતા.અને તેમનો પરિવાર બપોરે એક વાગ્યે જમીને જાળીને સ્ટોપર મારીને મુખ્ય  દરવાજો બંધ કરીને ઊઁઘી ગયા હતા.તે દરમિયાન કોઇ ચોર ટોળકી ઘરમાં ઘુસીને સોનાની રૃદ્રાક્ષના મણકાની માળા બે તોલા વજનની, સોનાની બે વીંટીઓ,રોકાડા ૩૫ હજાર, એક મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧.૧૨ લાખનો મુદ્દામાલ ચોરી  ગઇ હતી.જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

(5:56 pm IST)