ગુજરાત
News of Tuesday, 2nd August 2022

મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત વિરમગામના કરક્થલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો - નારી વંદન ઉત્સવની ઉજવણી કરાઇ

નારી શક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું : દિકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કર્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સંયુક્ત ઉપક્રમે કરકથલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો - નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નારી શક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું  અને દિકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો

. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયુષ મેડિકલ ઓફિસર ડો.પ્રણીકા મોદી, હસ્તુબેન પંડ્યા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, મેહુલ દરજી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,  દિકરી-દિકરા વચ્ચે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન રાખવો જોઇએ અને દિકરીને પણ જન્મવાનો અધિકારી છે. જન્મ પહેલા બાળકની જાતીની તપાસ કરાવવીએ ગંભીર ગુનો છે અને તેમા દોષીતને જેલની સજા પણ થઇ શકે છે. દિકરીએ તો ઘરની લક્ષ્મી છે. દિકરીએ મા બાપનું ધ્યાન રાખતી હોય છે. દિકરીઓના જન્મને અટકાવશો તો સામાજીક વિસંગતતા ઉભી થશે. દિકરી એ તો બન્ને કુટુંબને તારે છે. દિકરીના જન્મને ઉત્સવ તરીકે મનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

(6:53 pm IST)