ગુજરાત
News of Tuesday, 2nd August 2022

દેડીયાપાડાનાં ખાબજી ગામના યુવાને જન્મ દિવસની બ્લડ આપી ઉજવણી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમતો આજના ઝડપી યુગમાં લોકો કોઈપણ તહેવાર કે વર્ષગાંઠમાં ખોટા ખર્ચ કરી ઉજવણી કરતા હોય છે જેમાં રૂપિયાનો બગાડ થતો હોય ત્યારે હાલની મોંઘવારીમાં કેટલાક જાગૃત યુવાનો સાદાઈથી અને કોઈને મદદરૂપ થાય તેમ ઉજવણી કરે છે.

જેમાં દેડીયાપાડા તાલુકાના ખાબજી ગામના રહીશ હિતેન્દ્ર વસાવા પોતે ઝગડીયા જીઆઇડીસી ફાયર સ્ટેશનમાં ડીસીઓ તરીકે ફરજ બજાવતા હોય તેમનો આજે જન્મ દિવસ હોય પોતે કેક કાપવાનું ટાળ ખોટા ખર્ચ ન કરી બ્લડ ડોનેટ કરીને પોતાની વર્ષગાંઠની ઉજવણી કરી નર્મદા જિલ્લામાં બીમાર દર્દીઓને બ્લડ કામ આવે તેવા આશયથી અને અન્યોને પ્રેરણા મળે એ માટે નવતર અભિગમ અપનાવ્યો હતો.

 

(10:10 pm IST)