ગુજરાત
News of Tuesday, 2nd August 2022

નર્મદા જિલ્લા બાર એસોસિયેશનમાં સભ્ય પદ મેળવવા વકીલે હાઈકોર્ટેમાં રિટ દાખલ કરી,નવેસર અરજી કરવા હાઈકોર્ટે હુકમ આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા બાર એસોસિયેશનમાં રાજપીપલાના વકીલ પ્રતિક પટેલ સભ્યપદ મેળવવા અરજી કરતા તેમની અરજી સામે વકીલોનો વિરોધ હોય તેની સામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા નામદાર હાઇકોર્ટ સમક્ષ સભ્યપદ મેળવવાની અરજી કરતા નામદાર કોર્ટે તેમની અરજી નકારતાનું વલણ કરતા ફરીથી અરજી કરવાની વિનંતી ગ્રાહય રાખતો હુકમ કર્યો છે .
ફેબ્રુઆરી ૨૦૨૦ના રાજપીપલાના વકીલ પ્રતિક પટેલ નર્મદા જીલ્લાના બાર એસોસીયેશનમાં સભ્યપદ મેળવવા અરજી કરેલ અને તે સમય તરત લોકડાઉન આવી જતા તેમની અરજી પર જે તે સમયે કોઇ નિર્ણય ન થતા તેમણે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નર્મદા જીલ્લાના બાર એસોસીયેશના હોદેદારો ઉપર ગંભીર પ્રકારનો આરોપ મુકીને અરજી કરેલ જેમાં નર્મદા જીલ્લાના બાર એસો.નાં હોદેદારો પર નોટીસ કાઢેલ જેમાં નર્મદા જીલ્લા બાર એસોસીયેશને તેમની અરજી પ્રિમેચ્યોર હોવાનું જણાવેલ ત્યારબાદ નર્મદા જીલ્લાના બાર એસોસીયેશનની મીટીંગમાં તેઓની અરજી મુકવામાં આવતા નર્મદા જીલ્લાના બાર એસોસીયેશને સર્વાનુમતે ઠરાવેલ કે  નર્મદા જીલ્લાના બાર એસોસીયેશનના હોદ્દેદારો ઉપર ગંભીર પ્રકારનો આક્ષેપો મુકેલ હોય જે માટે લેખીતમાં દિલગીરી વ્યકત કરવી અને ભવિષ્યમાં નર્મદા જીલ્લા બાર એસો.ની પ્રતિષ્ઠાને નુકશાન પહોચાડશે નહી તેવી લેખીતમાં બાંહેધરી આપવી, તો તેઓની અરજી સ્વીકારી અને સદર ઠરાવની રજી.એડીથી તેઓને જાણ કરવામાં આવેલ
આ ઠરાવની જાણ થતા સદર આ વકીલે નામદાર હાઇકોર્ટમાં આ ઠરાવને પડકારતી અને નર્મદા જીલ્લાના બાર એસો.માં સભ્યપદ મેળવવાની દાદ સાથે રીટ દાખલ કરેલ જેમા નામદાર હાઇકોર્ટે તેમની અરજી નકારતુ વલણ કરતા તેમની ફરીથી સભ્યપદ મેળવવા અરજી કરવાની વિનંતી ગ્રાહય રાખતો હુકમ કર્યો છે .
આ બાબતે એડ.પ્રતીક પટેલે જણાવ્યું કે હા મે નર્મદા બાર એસો.માં સભ્ય બનવા બાબતે ફોર્મ ભરી અરજી કરી હતી પરંતુ આ બાબતે કોઈ નિર્ણય ન લેવાતા હાઈકોર્ટ સમક્ષ મારા હક માટે અરજી કરી હોય હાઈકોર્ટે બાર એસો.પાસે ફોર્મની માંગણી કરી સભ્ય પદ થવા જણાવ્યું હોય જે બાબતે મે કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે હાઈકોર્ટે આ પ્રક્રિયા બાબતે 30 દિવસમાં નર્મદા બાર એસો.દ્વારા નિર્ણય લેવાનો રહેશે તેવી સૂચના આપી છે

(10:15 pm IST)