ગુજરાત
News of Tuesday, 2nd August 2022

સુરત જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન : અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ

કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા: વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો

સુરત : ઘણા દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. કડોદરા, પલસાણા તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા. વરસાદ વરસતા બફારામાંથી આંશિક રાહત મળી હતી. ત્યારે વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. વ્યારાના પાનવાડી તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ ખાબક્યો હતો

(1:18 am IST)