ગુજરાત
News of Wednesday, 2nd September 2020

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નાગરવાડામાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને રોકડ રકમ સહીત કાર સાથે ઝડપી પાડયા

વડોદરા: શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાગરવાડામાં ધમધમતા અનવર સીધીના જુગાર ધામ પર દરોડો પાડી અનવર સિંધી અને અન્ય શખ્સોને ઝડપી પાડી રોકડ રકમ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો

જે કારમાં મળી આવેલ રોકડા બે લાખ પણ મુદ્દામાલ માં કબજે કર્યા હતા જે પરત મેળવવા અરજદારે અદાલતમાં રિવિઝન અરજી કરી હતી જે અરજ અદાલતે મંજૂર કરી અરજદારને બે લાખ રૂપિયા પરત કરવાનો હુકમ કર્યો હતો.

કોર્ટમાં કરેલી રીવીઝન રજમાં જણાવ્યું હતું કે ડીસીબી પોલીસે જુગારના કેસમાં અરજદારની કાર સાથે ધરપકડ કરી હતી. જે કારમાં રોકડા બે લાખ રૂપિયા હતા. જેને ખોટી રીતે પોલીસે ગુનાના કામે કબ્જે લીધા હતા.

અગાઉ 17 મી ફેબ્રુઆરીના રોજ મુદ્દામાલ પરત મેળવવાની અરજી કરી હતી. તેમાં કાર પરત સોંપવાનો અદાલતે હુકમ કર્યો હતો અને અરજદારની કાર તથા રોકડ રકમ બે લાખ રૂપિયા અનવર હુસેન સિંધીની હોવાનું માની તે અરજી રદ કરી હતી .જેથી હાલની રિવિઝન અરજ દાખલ કરી હતી.

(6:42 pm IST)