ગુજરાત
News of Wednesday, 2nd September 2020

વડોદરાના ગોત્રી વિસ્તારમાં એટીએમ મશીન તોડી ચોરીનો પ્રયાસ કરવો તસ્કરોને નિષ્ફ્ળ ગયો:પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ યશ કોમ્પલેક્ષ ખાતેના એટીએમ મશીનને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ અજાણ્યા તસ્કરોએ કર્યો હતો. બનાવ અંગે ગોત્રી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

કેનેરા બેન્કમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા રબીરંજન મોહપાત્રએ ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 31મી ઓગસ્ટના રોજ યસ બેંક ખાતે આવેલ એટીએમમાં પૈસા નાખવા માટે ગયા હતા તે દરમિયાન એટીએમના ઉપરના ભાગનું પતરૂ ઊંચું જણાઈ આવ્યું હતું અને ડિજિટલ લોક નીચે પડ્યું હતું

જેથી કોઇ અજાણ્યા ચોર બેંકના ખુલ્લા એટીએમમાં પ્રવેશ કરી ચોરી કરવાના ઇરાદે એટીએમ મશીન તોડવાની કોશીષ કરી હતી. પરંતુ તે સફળ રહ્યો હતો ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ચોરીની કોશિષનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:43 pm IST)