ગુજરાત
News of Wednesday, 2nd September 2020

વડોદરામાં માંજલપુર પોલીસે નશાની હાલતમાં રસ્તા વચ્ચે કાર પાર્ક કરનાર શખ્સને ઝડપી કાર જપ્ત કરી

વડોદરા: શહેરમાં દારૃનો નશો કરીને રોડની વચ્ચે કાર પાર્ક કરનાર શખ્સની માંજલપુર પોલીસે ધરપકડ કરી ત્રણ લાખની કાર કબ્જે લીધી છે.

ગત રાત્રે માંજલપુર પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન મોડીરાત્રે કંટ્રોલરૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે એક શખ્સે તેની કાર ઈવા મોલ પાસે  સ્પોર્ટ કોમ્પલેક્સની બાજુમાં મુખ્ય રસ્તાની વચ્ચોવચ પાર્ક કરી છે. જેથી માંજલપુર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કાર ચાલક મહેશ અરજણદાસ ખટર (રહે.સાંઈનાથનગર હાઉસીંગ સોસાયટી માંજલપુર)ને કારની બહાર ઉતારતા તે ચાલી પણ શકે તેવી હાલતમાં હતો. પોલીસે તેની ધરપકડ કરી કાર કબ્જે કરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં ગઈકાલે રાત્રે સવા આઠ વાગ્યે નવાપુરા પોલીસે રાજમહેલ રોડ ચરોતર ગેસ એજન્સી પાસેથી વાંકીચુકી પસાર થતી રીક્ષા રોકી તપાસ કરતાં રીક્ષાચાલક ભરત અશોકભાઈ બારોટ (રહે. બારોટ મહોલ્લો, સલાટવાડા) નશાની હાલતમાં હતો. જેથી નવાપુરા પોલીસે તેની ધરપકડ કરી રીક્ષા કબ્જે લીધી હતી.

(6:44 pm IST)